Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીની બેભાન, સારવાર બાદ ફરી પરીક્ષા આપી વર્ષ બગડતું અટક્યું

Share

વાંકલ

માંગરોળ તાલુકાના વાંકલ ખાતે આવેલી શ્રી એન.ડી. દેસાઈ જાહેર હાઈસ્કૂલમાં ઉચ્ચતર માધ્યમિક સામાન્ય પ્રવાહની પરીક્ષા દરમિયાન એક વિદ્યાર્થીની અચાનક બેભાન થઈ જતા તેને તાત્કાલિક સારવાર માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવી હતી. સારવાર બાદ સ્વસ્થ થતાં વિદ્યાર્થીનીએ ફરી પરીક્ષા આપી પોતાનું વર્ષ બગડતું અટકાવ્યું હતું.

Advertisement

મળતી માહિતી મુજબ તા. ૧૦ માર્ચ ૨૦૨૬ના રોજ વાંકલ કેન્દ્ર ખાતે ઉચ્ચતર માધ્યમિક સામાન્ય પ્રવાહની પરીક્ષા યોજાઈ હતી. કેન્દ્રમાં કુલ ૨૮ બ્લોકમાં ૮૪૦ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા હતા. ગુજરાતી વિષયના પ્રશ્નપત્ર દરમિયાન બ્લોક નંબર ૨૬માં ઈસનપુર શાળાની વિદ્યાર્થીની રોનિકાબેન મહેશભાઈ વસાવા બપોરે લગભગ ૨.૫૫ વાગ્યે અચાનક બેભાન થઈ ગઈ હતી.

ઘટનાની જાણ થતાં કેન્દ્રના સંવાહક પારસભાઈ મોદીએ તરત જ બારડોલી ઝોનલ પ્રીતેશભાઈ મિસ્ત્રીને જાણ કરી હતી. ત્યારબાદ જિલ્લાશિક્ષણાધિકારી ભગીરથસિંહ પરમારના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીનીને તાત્કાલિક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર માટે લઈ જવામાં આવી હતી.

આશરે ૫૦ મિનિટ બાદ વિદ્યાર્થીનીને ભાન આવ્યું હતું. ત્યારબાદ સાંજે લગભગ ૩.૪૫ વાગ્યે ગ્લુકોઝની બોટલ સાથે ફરી પરીક્ષા હોલમાં જઈ પરીક્ષા પૂર્ણ કરી હતી. પરીક્ષા પૂર્ણ થયા બાદ વિદ્યાર્થીનીએ પોતાનું પેપર સારું ગયાનું જણાવ્યું હતું.

આ પ્રસંગે જિલ્લાશિક્ષણાધિકારી, ઝોનલ અધિકારીઓ તેમજ શ્રી એન.ડી. દેસાઈ જાહેર હાઈસ્કૂલના સ્ટાફે તાત્કાલિક પગલાં લઈ વિદ્યાર્થીનીનું વર્ષ બગડતું અટકાવ્યું હતું. સાથે જ વાંકલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડો. હરેશ રાદડિયા તથા સ્ટાફના અલ્પેશભાઈ, કિંજલબેન અને શારદાબેનની ટીમે પણ ઝડપી સારવાર આપી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.


Share

Related posts

રાજપીપળા : ચીફ જ્યુડીશિયલ મેજિસ્ટ્રેટ કામદારના હસ્તે બંદીવાનને તિનકા તિનકા એવોર્ડથી સન્માનિત કરાયા.

ProudOfGujarat

ભરૂચ : વર્ષોથી વિકાસનાં નામે વંચિત સારંગપુર ગામનો પરપ્રાંતીય વિસ્તાર.

ProudOfGujarat

ભરૂચમા આપઘાત કરનાર ક્લાસ-1 અધિકારી છોટાઉદેપુરમાં ફરજ દરમિયાન પણ લોનના હપ્તાને લઈ ચિંતિત હતા : મૃતકે ક્રેડિટ કાર્ડ કે અન્ય પ્રકારની કુલ કેટલી લોન લીધી હતી તે અંગે પોલીસ તપાસ ચાલુ, તમામ પાસાઓની તપાસ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!