Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરા જીલ્લાના કરજણ તાલુકાનાં કલ્લા ગામે ૧૬ માર્ચે યોજાનાર કલ્લા શરીફનો ઉર્સ મુલત્વી રખાયો.

Share

વડોદરા જીલ્લાના કરજણ તાલુકાના કલ્લા ગામે યોજાનાર દરગાહ શરીફનો વાર્ષિક ઉર્સ બંધ રાખવામાં આવ્યો છે.તાજેતરમાં કોરોના વાયરસે ઠેરઠેર ભરડો લીધો છે અને ભારતમાં પણ કોરોનાના શંકાસ્પદ કેસ દેખાયા છે.ત્યારે કલ્લા શરીફ ખાતે ૧૬ મી માર્ચે યોજાનાર દરગાહનો વાર્ષિક ઉર્સ જનતાના સ્વાસ્થ્યને ધ્યાનમાં લઇને બંધ રાખવામાં આવ્યો છે.હઝરત સૈયદ વાહેદઅલી બાવાનો ઓડિયો મેસેજ સોશીયલ મિડીયામાં ફરતો થયો હતો.જેમાં કોરોના વાયરસને લઇને અગમચેતીના રૂપે ઉર્સ બંધ રખાયો હોવાનું જણાવાયુ હતું.ઉર્સ ઉપરાંત તેને અનુલક્ષીને થનારા તમામ કાર્યક્રમો મુલત્વી રખાયા હોવાનું જણાવાયું હતું.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરુચ

Advertisement

Share

Related posts

માંગરોળ : વેરાકુઇ ગામે ચેકડેમમાં વૃદ્ધે આત્મહત્યા કરી.

ProudOfGujarat

સુરત પાલિકા દ્વારા ભગવાનના જુના ફોટા સ્વીકારવા માટેનું અભિયાન શરૂ કર્યું

ProudOfGujarat

ભારત બાયોટેકની કોવેક્સિન હવે અંકલેશ્વરમાં બનશે : કેન્દ્ર તરફથી મળ્યું ગ્રીન સિગ્નલ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!