વાંકલ : માંગરોળ તાલુકાના મોસાલી ગામે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ GIPCL રચિત દીપ ટ્રસ્ટના સહયોગથી તેમજ ICDS અને આરોગ્ય વિભાગના સંકલનથી ચેતના સંસ્થા દ્વારા અમલમાં મૂકાયેલા ‘વાત્સલ્ય’ પ્રોજેક્ટ અંતર્ગત યોજાયો હતો. કાર્યક્રમનો મુખ્ય હેતુ ગામની મહિલાઓમાં સશક્તિકરણ, આરોગ્ય, પોષણ અને મહિલાઓના અધિકારો અંગે જાગૃતિ ફેલાવવાનો હતો.
કાર્યક્રમમાં મોસાલી ગામના સરપંચ સવિતાબેન અમૃતભાઈ વસાવા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. દીપ ટ્રસ્ટ તરફથી મુખ્ય કાર્યકારી અધિકારી સચિન શાહ, મેનેજર કોમ્યુનિટી ડેવલપમેન્ટ એન.પી. વઘાસીયા, સુપરવાઈઝર મનીષભાઈ ચૌધરી અને કોમ્યુનિટી ઓર્ગેનાઈઝર વંદનાબેન વસાવા હાજર રહ્યા હતા.
ICDS વિભાગમાંથી CDPO માધુરીબેન ગુપ્તા, સુપરવાઈઝર નિકીશાબેન તેમજ આંગણવાડી વર્કર અને હેલ્પર બહેનો ઉપસ્થિત રહ્યા હતા. આરોગ્ય વિભાગ તરફથી CHO સાકીરભાઈ, ANM સુનીતાબેન અને MPHW જગદીશભાઈએ પણ કાર્યક્રમમાં હાજરી આપી હતી.
ચેતના સંસ્થા તરફથી પ્રોજેક્ટ કોઓર્ડિનેટર દ્રષ્ટિબેન મેર, ફિલ્ડ કોઓર્ડિનેટર અક્ષય તુંબડા, સ્નેહલ વસાવા, સુપરવાઈઝર જ્યોત્સના ચૌધરી, લિંક વર્કર બહેનો સહિત ગામની અંદાજે ૮૫ મહિલાઓ સહિત કુલ ૧૦૫ જેટલા લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
કાર્યક્રમ દરમિયાન ગામની સક્ષમ મહિલા ભાવનાબેન દેવેન્દ્રભાઈ વસાવાને રોલ મોડલ તરીકે આમંત્રિત કરવામાં આવ્યા હતા. તેમણે પોતાના જીવનના સંઘર્ષ અને સફળતાની યાત્રા વિશે માહિતી આપી મહિલાઓને આત્મનિર્ભર બનવા માટે પ્રેરિત કર્યા હતા.
CDPO માધુરીબેન ગુપ્તાએ મહિલા દિવસનું મહત્વ અને મહિલાઓના કાનૂની અધિકારો અંગે માર્ગદર્શન આપ્યું હતું. દીપ ટ્રસ્ટના CEO સચિન શાહે મહિલા સશક્તિકરણ સાથે માતા-બાળ આરોગ્ય અને પોષણ અંગે માહિતી આપી હતી. એન.પી. વઘાસીયાએ જણાવ્યું કે આજના સમયમાં મહિલાઓ વિવિધ ક્ષેત્રોમાં આગેવાની કરી રહી છે અને કલ્પના ચાવલા, પી.વી. સિંધુ, કિરણ બેદી અને મેરી કોમ જેવી મહિલાઓએ દેશને ગૌરવ અપાવ્યું છે.
પ્રોજેક્ટ કોઓર્ડિનેટર દ્રષ્ટિબેન મેર દ્વારા મહિલાઓના પોષણ, બાળકોની યોગ્ય સંભાળ તથા મહિલા દિવસના મહત્વ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.
કાર્યક્રમના અંતે મહિલાઓના અધિકારો અને સમાનતા અંગેના પોસ્ટરો સાથે ગામમાં જાગૃતિ રેલી યોજાઈ હતી. આ રેલી દ્વારા સમગ્ર ગામમાં મહિલા સશક્તિકરણ અને સમાનતાનો સંદેશ પ્રસરીત કરવામાં આવ્યો હતો.
