Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

કારે યુવાનને અડફેટે લીધો, ઘસડી જતાં મોત : કાર લઈ ફરાર

Share

ભરૂચ હાઈવે પર લુવારા ગામે ભારત પેટ્રોલપંપ પાસેની ઘટના

 

Advertisement

। ભરૂચ !

ભરૂચ તાલુકાના લુવારા ગામે ગુરુદ્વારા ખાતે રહેતાં પ્રભજોધસિંઘ અવતારસિંધ જાટ ગુરુહારા સામે આવેલાં ભારત પેટ્રોલપંપની બાજુમાં નાના ટૂંક રિપેરિંગ વર્ક શોપ ચલાવે છે. તે રાત્રીના સમયે તેના ગેરેજ પર હતાં તે વેળા ત્યાંના સિક્યુરિટી ગાર્ડ ભલવિન્દરસિંગે તેમની પાસે આવી જણાવ્યું હતું કે, ગુરૂદ્વારાની સામે વડોદરાથી ભરૂચ તરફ જવાના રોડ પર ટ્રાફિક જામ થતાં કેટલાંક વાહનો રોંગ સાઈડથી આવતાં હતાં.

દરમિયાનમાં એક શખ્સ રસ્તો ઓળંગી રહ્યો હતો તે વેળાંએક ઈકો વાન જેવી કારે ભરૂચ-વડોદરા રોડ પર રોગ સાઈડથી પુરઝડપે તેની ગાડી હંકારી બાવી રાહદારીને અડફેટમાં લીધો હતો. જે બાદ તેણે તેને ત્યાંના પાર્કિંગ સુધી ધસડી લાવ્યો હતો. જે બાદ કાર ચાલકે ત્યાંથી પુટન લઈ ભાગી ગયો હતો. જવારે અકસ્માતગસ્ત યુવાનનું મોત થયું હતું. જેથી તેઓએ સ્થળ પર પહોંચી જોતાં ઈજાગ્રસ્ત યુવાનને ગંભીર ઈજાઓ થઈ હતી. જેથી તેમણે પોલીસને બોલાવતાં પોલીસે તેના ખિસ્સા તપાસતાં તેમાંથી દેવાજી જીવા વસાવા (રહે. રાજપરા, ઈન્દીરા જૂની વસાહત, નાવરા, નાંદોદ) લખેલું આધારકાર્ડ મળી આવ્યું હતું. પોલીસે મૃતકના દેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડી મૃતકના પરિવારજનોને જાણ કરવાની કવાયત હાથ ધરી હતી. બનાવને પગલે નબીપુર પોલીસે પ્રાથમિક તબક્કે પ્રભજોધસિંઘ જાટની ફરિયાદના આધારે અકસ્માત સર્જી કરાર થઈ ગયેલાં કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


Share

Related posts

નડિયાદ : જે મતદાતાઓને વોટર્સ સ્લિપ નથી મળી તેઓ નેશનલ વોર્ટસ સર્વિસ પોર્ટલ (nvsp) પરથી પ્રાપ્ત કરી શકશે.

ProudOfGujarat

ગોધરા નગરપાલિકાનાં છ વિસ્તારોને ક્લસ્ટર ક્વોરેન્ટાઈન મુક્ત જાહેર કરાયા.

ProudOfGujarat

શુકલતીર્થ ગામે અક્ષય તૃતીયાનાં શુભ દિવસે ખેતીનું મુહૂર્ત કરતાં ખેડૂત પરિવાર.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!