Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

મનુબર ખાતે સેવાસેતુ 2.0 કાર્યક્રમ યોજાયો, 9 ગામના ગ્રામજનોએ સરકારી સેવાઓનો લીધો લાભ

Share

ભરૂચ:
ભરૂચ જિલ્લાના મનુબર ગામે પ્રાથમિક કુમાર શાળા ખાતે સેવાસેતુ 2.0 (ગ્રામ્ય) કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાયો હતો, જેમાં આસપાસના 9 ગામના ગ્રામજનોએ સરકારી સેવાઓનો સરળ અને સુલભ રીતે લાભ મેળવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન ગ્રામજનોની વિવિધ અરજીઓનો સ્થળ પર જ નિકાલ કરવામાં આવ્યો હતો.

રાજ્ય સરકાર દ્વારા છેવાડાના માનવી સુધી યોજનાઓનો લાભ પહોંચે અને જનસુખાકારી માટેની રજૂઆતોનો ઝડપી ઉકેલ આવે તે હેતુસર તાલુકા કક્ષાએ સેવાસેતુ 2.0 કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. મનુબર ખાતે આયોજિત કાર્યક્રમમાં રેશનકાર્ડ, વિધવા સહાય, વૃદ્ધ સહાય, પશુપાલન, એનઆરએલએમ, આધારકાર્ડ, આયુષ્યમાન કાર્ડ તેમજ પીએમ કિસાન જેવી વિવિધ સેવાઓનો લાભ નાગરિકોએ લીધો હતો.

Advertisement

આ કાર્યક્રમનો મનુબર, કંથારિયા, વહાલુ, સરનાર, શેરપુરા, દેતરાલ, દહેગામ, વાંસી અને કુરલા સહિતના ગામોના ગ્રામજનોએ લાભ લીધો હતો. લાભાર્થીઓએ જણાવ્યું હતું કે, સેવાસેતુ કાર્યક્રમથી એક જ સ્થળે વિવિધ સરકારી સેવાઓ સરળતાથી ઉપલબ્ધ થતા લોકોમાં સંતોષ જોવા મળ્યો હતો. તેમણે રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટી તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો.


Share

Related posts

આત્મ મલિક ક્રિકેટ ટુર્નામેન્ટ શિરડી-મહારાષ્ટ્ર દ્વારા આયોજીત U-16 ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભરૂચની ટીમ વિજેતા બની

ProudOfGujarat

ભરૂચ જિલ્લાની એકમાત્ર કામદારો માટે ચાલતી ઈએસઆઈસી હોસ્પિટલ ફાયર સેફટી ના અભાવે બંધ કરવામાં આવી

ProudOfGujarat

ભરૂચ ડિસ્ટ્રિક્ટ પાવર લિફ્ટિંગ સ્પર્ધામાં વૈશાલી પટેલે પ્રથમ ક્ર્મ હાંસિલ કર્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!