Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ જિલ્લા કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી : ઈ-મેલ મળતાં પોલીસ તાત્કાલિક એક્શનમાં, તપાસ બાદ કશું ન મળ્યું

Share

ભરૂચ : ભરૂચ જિલ્લા કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતો વધુ એક ઈ-મેલ શુક્રવારે મળતા શહેરમાં ચકચાર મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં પોલીસ વિભાગ તાત્કાલિક એક્શનમાં આવ્યું હતું અને કોર્ટ સંકુલમાં ડોગ સ્કવોર્ડ તથા બોમ્બ ડિસ્પોઝલ સ્કવોર્ડની મદદથી સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. જોકે તપાસ દરમિયાન કોઈ પણ પ્રકારની સંદિગ્ધ સામગ્રી મળી આવતા હાશકારો અનુભવાયો હતો.

માહિતી મુજબ, ભરૂચ જિલ્લા કોર્ટ સહિત કલેક્ટર કચેરી અને મામલતદાર કચેરીને અગાઉ પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. તે સમયે પણ સુરક્ષા દળોએ સરકારી સંકુલ ખાલી કરાવી તપાસ હાથ ધરી હતી, પરંતુ કોઈ હાનિકારક વસ્તુ મળી હતી.

Advertisement

શુક્રવારે કોર્ટ સંકુલમાં નિયમિત કામગીરી ચાલી રહી હતી ત્યારે અજાણ્યા શખ્સે ઈ-મેલ દ્વારા કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી આપી હતી. ઈ-મેલ મળતા પોલીસ તંત્ર સતર્ક બની ગયું હતું. તકેદારીના ભાગરૂપે સમગ્ર કોર્ટ સંકુલ ખાલી કરાવવામાં આવ્યું અને ડોગ સ્કવોર્ડ તથા બોમ્બ ડિસ્પોઝલ ટીમ દ્વારા દરેક વિસ્તારની ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી.

આવતીકાલે શનિવારે ભરૂચમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનો કાર્યક્રમ યોજાનાર હોવા ઉપરાંત કોર્ટમાં લોક અદાલતનું પણ આયોજન કરવામાં આવ્યું હોવાથી ધમકીને પોલીસ દ્વારા ગંભીરતાથી લેવામાં આવી હતી. સઘન તપાસ બાદ કોર્ટ સંકુલમાં કોઈ પણ પ્રકારની સંદિગ્ધ સામગ્રી મળી આવતા અંતે તંત્રએ હાશકારો અનુભવ્યો હતો.


Share

Related posts

કેવડીયા કોલોની ખાતે ઈફતાર પાર્ટીનુ આયોજન કરાયું

ProudOfGujarat

સુરતનાં પાંડેસરાનાં વડોદ ગામનાં ગણેશ નગર નજીક મહાવીર નગરમાં ત્રણ સંતાનનાં પિતાનું ગળું કાપી નાંખી હત્યા કરી.

ProudOfGujarat

ભરૂચ :ચકલા પાસે સસ્તા અનાજની દુકાનનું સંચાલન કરતા વ્યક્તિ સાથે આસપાસના રહેવાસીઓ દ્વારા હેરાનગતિ..!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!