Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

દહેજમાં રાત્રીના સમયે મહિલાને બે હિન્દી ભાષી મોપેડ પર લઇ ગયાં બાદ રોડ પર ફેંકી દઇ ફરાર

Share

મહિલાને ઇજાઓ થતાં સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ
ભરૂચ.
દહેજ નવીનગરી વિસ્તારમાં રહેતાં ગોરધન ડાહ્યા ગોહિલની પુત્રીના ત્રણેક મહિના પહેલાં છુટાછેડા થતાં તે તેમની સાથે જ રહેતી હતી. તેમની પુત્રીને ખેંચ આવવાની બિમારી હોવાથી તેની માનસિક અવસ્થા સારી ન હતી. દરમિયાનમાં ગઇકાલે રાત્રીના સમયે પરિવાર સુઇ રહ્યો હતો. તે વેળાં તેમની પુત્રીને અચાનક ખેંચ આવતાં પરિવાર જાગી ગયો હતો. તેમણે દરવખતની જેમ તેને પકડી રાખી હતી. જે બાદ થોડા સમય બાદ તે સુઇ ગઇ હતી. પરિવારજનો પણ સુઇ ગયાં હતાં. અરસામાં રાત્રીના બે વાગ્યે ગોરધન ગોહિલ લઘુશંકા માટે ઉઠતાં તેમણે જોતાં તેમના તેમની પુત્રી તેના ખાટલામાં ન હતી. જેથી તેમણે તેમની પત્નીને જગાડતાં તેઓએ આસપાસમાં તપાસ કરી હતી. તે નહીં મળતાં આખા ગામમાં તેને શોધી હતી. દરમિયાનમાં તેમના સંબંધી પર કોઇએ ફોન કરી જાણ કરી હતી કે તેમની પુત્રી પિરામણ કંપનીના ગેટ પાસે આંટા ફેરા મારે છે. જેથી તેઓએ ત્યાં દોડી  જઇ તેને ઘર ેલઇ આવ્યાં હતાં. તેમણે જોતાં તેને ઇજાઓ થયેલી જણાઇ હતી. જેથી તેને પુછતાં તેણે જણાવ્યું હતું કે, બે હિન્દીભાષીઓ તેને એક્ટીવા જેવી ગાડી પર બેસાડી ગયાં હતાં. જે બાદ રસ્તામાં ધક્કો મારી ફેંકી દીધી હતી. ઘટનાને પગલે તેને ખાનગી દવાખાનામાં લઇ જવાઇ હતી. પોલીસને જાણ કરતાં પોલીસે મામલામાં મહિલાના પિતાની ફરિયાદના આધારે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Share

Related posts

ભરૂચ શહેરના જીઆઇડીસીમાં આવેલા ઇસ્કોન મંદિર દ્વારા 10 મું ભગવાન જગન્નાથજી રથયાત્રા ઉત્સવનું ભવ્ય આયોજન થવા જઈ રહ્યું છે

ProudOfGujarat

વડોદરાના વારસિયા વિસ્તારમાં ભંગાર વીણવા બાબતે બે મિત્રો વચ્ચેની તકરારમાં એકનું ઘટના સ્થળે જ મોત.

ProudOfGujarat

સુરતમાં ઉધનાના એમ્બ્રોડરીના કારખાનામાં લાગી ભીષણ આગ, ભારે જહેમત બાદ આગ કાબુમાં આવી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!