Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

QFON એપ રોકાણ કૌભાંડમાં EDની મોટી કાર્યવાહી : ભરૂચમાંથી બે  ઝડપાયા, ₹2.51 કરોડ રોકડ જપ્ત

Share

ભરૂચ :

ડિજિટલ રોકાણના નામે કરોડો રૂપિયાનું કૌભાંડ આચરનાર ‘QFON એપ’ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની મુંબઈ ઝોનલ ઓફિસે મોટી કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચમાં કરાયેલા સર્ચ ઓપરેશન દરમિયાન કૌભાંડમાં સંડોવાયેલાં સુધીર કોટડિયા અને ઉમંગ કોટડિયાની પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA), 2002 હેઠળ ધરપકડ કરવામાં આવી છે. અદાલતે બંને આરોપીઓને 20 માર્ચ, 2026 સુધી એટલે કે દિવસ માટે EDની કસ્ટડીમાં સોંપવાનો આદેશ આપ્યો છે.

Advertisement
EDની તપાસ દરમિયાન આરોપીઓના વિવિધ ઠેકાણાઓ પર દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાંથી કુલ રૂપિયા 2.51 કરોડની રોકડ રકમ જપ્ત કરવામાં આવી છે. ઉપરાંત અનેક મહત્વપૂર્ણ દસ્તાવેજો, ડિજિટલ ડિવાઈસ તેમજ નાણાકીય લેવડદેવડના રેકોર્ડ પણ કબજે લેવામાં આવ્યા છે. આ સમગ્ર કૌભાંડની શરૂઆત મહારાષ્ટ્રના થાણે સ્થિત વર્તકનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી FIR પરથી થઈ હતી. તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓએ ગુજરાત અને મહારાષ્ટ્રના રોકાણકારોને નિશાન બનાવી દર મહિને ટકાથી 10.5 ટકા સુધીના આકર્ષક વળતરની લાલચ આપી રોકાણ કરાવ્યું હતું.
આ યોજના હકીકતમાં ‘પોન્ઝી સ્કીમ’ હતી, જેમાં નવા રોકાણકારોના પૈસાથી જૂના રોકાણકારોને વળતર ચૂકવવામાં આવતું હતું. પ્રાથમિક તપાસમાં અંદાજે રૂપિયા 183 કરોડ જેટલી ગેરકાયદેસર આવક (Proceeds of Crime)નો ખુલાસો થયો છે. સૂત્રોના જણાવ્યા મુજબ કૌભાંડ બહાર આવતાં બંને આરોપી ધરપકડથી બચવા દુબઈ ભાગી ગયા હતા. જોકે તાજેતરમાં તેઓ નેપાળ મારફતે ચોરીછૂપીથી ભારત પરત ફર્યા હોવાનું જાણવા મળતાં EDએ વોચ ગોઠવીને બંનેને ઝડપી લીધા હતા. ધરપકડ બાદ સુધીર અને ઉમંગ કોટડિયાને મુંબઈની સ્પેશિયલ PMLA અદાલતમાં રજૂ કરવામાં આવ્યા હતા. અદાલતે ગુનાની ગંભીરતા ધ્યાને લઈને બંને આરોપીઓને દિવસની ED કસ્ટડીમાં મોકલવાનો આદેશ આપ્યો છે. ED દ્વારા હવે કૌભાંડમાં સંડોવાયેલા અન્ય લોકો અને નાણાકીય ટ્રાન્ઝેક્શન અંગે વધુ તપાસ હાથ ધરાઈ રહી છે.

Share

Related posts

અંકલેશ્વર અમરાવતી ખાડીમાં માછલાંના મૌતનું રહસ્ય ખૂલ્લું…

ProudOfGujarat

અંકલેશ્વર નોબલ માર્કેટના બંધ ગોડાઉનમાં આગ થી અફરા તફરીનો માહોલ કોઇ જાનહાનિ નહીં

ProudOfGujarat

ભરૂચમાં પ્રેમીને શોધતી સગીર પ્રેમિકાને ભેટો કરાવવાના બહાને લઈ જઈ આચરાયેલા દુષ્કર્મમાં બે પરપ્રાંતીય સફાઈ કામદારોને પોલીસે ગણતરીના કલાકોમાં લોકઅપ ભેગા કર્યા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!