Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

જૂના બોરભાઠા બેટમાં વીજળીનો ગંભીર સંકટ, બળી ગયેલી ડીપીના કારણે 35 એકર પાક જોખમમાં

Share

 

ભરૂચ:

Advertisement

અંક્લેશ્વર તાલુકાના જૂના બોરભાઠા બેટ ગામ ખાતે છેલ્લા એક અઠવાડિયા કરતાં વધુ સમયથી વીજળીનો ગંભીર સંકટ સર્જાયો છે. ગામમાં આવેલી GEBની ડીપી બળી જવાના કારણે ખેતી માટે જરૂરી વીજ પુરવઠો સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે, જેના કારણે ખેડૂતો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.

વીજ પુરવઠો બંધ રહેતા ગામમાં આવેલી 25થી વધુ બોરવેલની મોટરો બંધ પડી ગઈ છે. જેના પરિણામે અંદાજે 35 એકર જેટલો પાક જોખમમાં મુકાઈ ગયો છે. હાલ ધોમધખતા તાપમાં કેળા તથા લીલાછમ શાકભાજીનો પાક પાણીના અભાવે મુરઝાઈ રહ્યો હોવાથી ખેડૂતોમાં ભારે ચિંતા ફેલાઈ છે.

ખેડૂતોનું કહેવું છે કે આ અંગે તેમણે ઓનલાઈન અરજી કરી છે તેમજ વીજ વિભાગના અધિકારીઓ સમક્ષ મૌખિક રજૂઆત પણ કરી છે. છતાં હજુ સુધી નવી ડીપી મૂકવાની કામગીરી શરૂ ન થતાં ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે.

ખેડૂતોના જણાવ્યા મુજબ પાક તૈયાર અવસ્થામાં છે અને આ સમયે પાણી ન મળવાથી પાક સુકાઈ જવાની સ્થિતિ ઉભી થઈ છે. જો તાત્કાલિક વીજ પુરવઠો શરૂ નહીં થાય તો ખેડૂતોને ભારે આર્થિક નુકસાન ભોગવવું પડી શકે છે.

આ પરિસ્થિતિને લઈને ખેડૂતોમાં નિરાશા વ્યાપી છે. ખેડૂતોનું કહેવું છે કે આવી સ્થિતિને કારણે કેટલાક ખેડૂતો જીવન ટૂંકાવવાનો વિચાર પણ કરવા મજબૂર બને છે. તેથી ખેડૂતો દ્વારા રાજ્યના ઉર્જા મંત્રી તથા GEBના અધિકારીઓને આ મુદ્દે તાત્કાલિક ધ્યાન આપી વહેલી તકે નવી ડીપી મૂકી ગામમાં વીજ પુરવઠો શરૂ કરવાની માંગ ઉઠાવવામાં આવી છે.


Share

Related posts

ભરૂચની મેડિકલ કોલેજનાં ગેટ પર કોબ્રા સાંપ દેખાતા દોડધામ જીવદયાપ્રેમીઓ સ્થળ પર દોડી જઇ સાંપને સુરક્ષિત સ્થળે છોડતા લોકોએ લીધો હાશકારો જાણો વધુ.

ProudOfGujarat

ભરૂચ : વર્લ્ડ ભરુચી વ્હોરા ફેડરેશન, ઇન્ડિયા ચેપ્ટર દ્વારા મિશન એવરેસ્ટ અંતર્ગત ઉચ્ચ શિક્ષણ સહાય વિતરણનો કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

માંડલ ના શેર ગામની સીમમાં ખેતર બે ભેંસ ની કૃર હત્યા , કૂવા મા ભેંસ ના માથાં નો ભાગ મળ્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!