Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ઉમરપાડા ખાતે ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત’ અભિયાન અંતર્ગત ભવ્ય યોગ શિબિર યોજાઈ

Share

 

૨૭૦થી વધુ યોગ સાધકોએ ઉત્સાહભેર ભાગ લઈ યોગમય જીવનનો સંકલ્પ કર્યો

Advertisement

 

વાંકલ :: રાજ્ય સરકારના ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત’ અભિયાનને સાકાર કરવાના ઉમદા હેતુ સાથે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં એક વિશેષ યોગ શિબિરનું આયોજન કરાયું હતું. ઉમરપાડા તાલુકાના ઉમરગોટ ગામની આદર્શ નિવાસી શાળા ખાતે યોજાયેલી આ શિબિરમાં મોટી સંખ્યામાં ગ્રામજનો અને યોગ પ્રેમીઓ જોડાયા હતા.
શિબિરમાં ડો. પારુલ પટેલ તેમજ નવનીત શેલડિયાએ યોગ સાધકોને સંબોધતા જણાવ્યું હતું કે, આજના ભાગ દોડભર્યા જીવનમાં તનાવમુક્ત અને સ્વસ્થ જીવન જીવવા માટે યોગ અનિવાર્ય છે. તેમણે મેદસ્વિતાથી બચવા માટે વિવિધ યોગાસનો અને પ્રાણાયામનું પ્રાયોગિક નિદર્શન કરાવી ઉપસ્થિત સાધકોને યોગાઅભ્યાસ કરાવ્યો હતો.
ઉમરપાડા તાલુકાના છેવાડાના માનવી સુધી યોગ પહોંચે અને સમગ્ર તાલુકો ‘યોગમય’ બને તે માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ સતત પ્રયત્નશીલ છે. આ શિબિરમાં આશરે ૨૭૦થી વધુ યોગી સાધકો સહભાગી બન્યા હતા. આ શિબિર ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ઝોન કો-ઓર્ડિનેટર ડો. પારુલ પટેલ, સુરત જિલ્લા યોગ કો-ઓર્ડિનેટર નવનીત શેલડિયાની વિશેષ યોગાઅભ્યાસ કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે તા.પ્રમુખ રમેશભાઈ, ઉમરગોટ સરપંચ જગદીશભાઈ, શાળાના આચાર્ય ઘનશ્યામભાઈ, વિપુલભાઈ, વૃંદાબેન, શાળાના બાળકો સહિત ગ્રામજનો સહભાગી બન્યા હતા.


Share

Related posts

માંગરોળનો બણભા ડુંગર વન પ્રવાસન કેન્દ્ર વધુ વરસાદના કારણે તા. 17 જુલાઈ સુધી બંધ રહેશે.

ProudOfGujarat

ખેલ મહાકુંભ : ખેડાના 73 વર્ષિય વૃદ્ધા સતત બીજા વર્ષે તરણમાં વિજયી થયા..

ProudOfGujarat

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ કોલેજ પાસે તમામ એસ.ટી.બસોનુ કાયમી સ્ટોપેજ આપવા પ્રજાજનોની માંગ..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!