Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ મામલતદાર કચેરીમાંથી ગેરકાયદે ડમ્પર લઈ જવાના કારસામાં ફરિયાદ નોંધાઈ

Share

ખાણ ખનિજ વિભાગની ટીમે એ ડિવિજનમાં ગુનો દાખલ કરાવ્યો

ભરૂચ.

Advertisement

ભરૂચ ખાણ ખનિજ વિભાગની ટીમે કેલોદ ગામ પાસેથી રોયલ્ટી પાસે વીનાની માટી વહન કરતું ડમ્પર ઝડપી પાડયું હતું. જે બાદ તેને ભરૂચ મામલતદાર કચેરી પાસે પાર્ક કરી ગાડી સીલ કરાઈ હતી. તેમજ તેને દંડ કરવાની કવાયત હાથ ધરાઈ હતી. દરમિયાનમાં ગત ૧૩મી માર્ચની રાત્રીના સમયે અજાણ્યા શખ્સોએ ગેરકાયદે ડમ્પર લઈ જઈ તેની માટી ખાલી કરી પરત તે સ્થળે મુકી ગયાં હતાં. સમગ્ર ઘટનાને લઈને સોશિયલ મિડિયા પર વિડીયો વાયરલ થયાં હતાં. જાગૃત નાગરિકોએ ફોન કરી ખાણ ખનિજ વિભાગના અધિકારીઓને જાણ કરતાં તેઓ સ્થળ પર દોડી આવ્યાં હતાં. તેમણે તમામ માહિતી એકત્ર કરી આખરે ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

પોલીસ ફરિયાદમાં તેમણે નોંધવ્યુ છે કે, તેમની ટીમ ગત ૨૭મી ફેબુઆરીએ સાંજના સમયે ફિલ્ડની કામગીરી કરી રહ્યાં હતાં. તે વેળાં કેલોડ ગામ પાસે પહોંચતાં એક ડમ્પરને શંકાના આધારે રોકી તલાશી લેતાં ગેરકાયદેરોયલ્ટી પાસ વિના ૩૦ મે.ટન સાદી માટીનું વહન કરાતું હતું. જેના પગલે ટીમે હાઈવા ડમ્પર જપ્ત કરીનેના ચાલક તાનસિંગ ડામોર તેમજ ડમ્પર માલિકને કુલ ૨.પર લાખનો દંડ ફટકાર્યો હતો. જોકે, તેમનું ડમ્પર ભરૂચ મામલતદાર કચેરીની પાસે સીઝ કરી પાર્ક કરાયું હતુ. દરમિયાનમાં ગત ૧૩મી માર્ચના રોજ રાત્રીના સમયે કોઈશખ્સોએ તે ડમ્પર ગેરકારદે રીતે ખાણ ખનિજ વિભાગની પરવાનગી વિના તેમજ કોઈ પણ પ્રકારનો દંડ ભર્યા વિના જ ત્યાથી ડમ્પર લઈ જઈ તેમાં ભરેલી માટી અન્ય સ્થળે લઈ જઈ ત્યાં ખાળી કરી દીધી હતી.જે બાદ તેઓ પરતઆવી ખાલી ડમ્પર ત્યાંજ પાર્ક કરી કરાર થઈ ગયાં હતાં. ઘટનાને પગલે ખાલ ખનિજ વિભાગે માત્ર ૩૦ મેટ્રીક ટન માટી ચોરી અંગે જે ભરૂચ એ ડિવિજન પોલીસ મથકે ફરિયાદનોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી આગળની

કાર્યવાહી હાથ ધરી છે. નોંધનિય છે કે, આરોપીઓએ સરકારી વિભાગ દ્વારા સીઝ કરેલી ટૂંક ગેરકાયદે રીતે સરકારી અધિકારીઓની જાણ બહાર ડમ્પર લઈ ગયાં હોવા છતાં તે અંગેની કોઈ કલમનો ઉમેરો હાલની કરિયાદમાં કરવામાં નહીં આવતાં અનેક તર્કવિતર્ક સર્જાયાં છે.


Share

Related posts

ઢીંકા ચિકા થી પુષ્પા પુષ્પા: રોકસ્ટાર ડીએસપીના તેમના જન્મદિવસ પર તેમના વારસાની ઉજવણી કરવા માટેના હિટ ગીતોની એક ઝલક!

ProudOfGujarat

ઝઘડિયા તાલુકાનાં દુ:બોરીદ્રા ગામે કોરોના પોઝિટિવ કેસ બહાર આવતાં તાલુકાનાં ગ્રામિણ વિસ્તારમાં કોરોનાનાં વધતા કેસોથી ચિંતા.

ProudOfGujarat

ઝઘડિયા તાલુકાના ખરચી ગામે માતાએ ઠપકો આપતા પુત્રીએ ઝેર પી લેતા મોત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!