Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

પીપરપાણી ગામે આમખુટા પ્રા.શા.ના આચાર્યની કાર પુલ પરથી નીચે ખાબકી, સદનસીબે જાનહાની ટળી

Share

 

વાંકલ: માંગરોળ તાલુકાના વાંકલ નજીક આવેલ પીપરપાણી ગામ પાસે ભયજનક વળાંક ધરાવતા પુલ પરથી કાર નીચે ખાબકવાની ઘટના સામે આવી છે. આ અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાની થવા પામી નથી.

Advertisement

માહિતી મુજબ આમખુટા પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા ગીરીશભાઈ ચૌધરી પોતાની કાર લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે પીપરપાણી ગામ નજીક આવેલા જોખમી વળાંક પર કારનો કાબૂ ગુમાતા કાર પુલ પરથી નીચે ખાબકી ગઈ હતી.

ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો મદદે દોડી આવ્યા હતા અને બાદમાં જેસીબીની મદદથી કારને બહાર કાઢવામાં આવી હતી. ઘટનામાં કોઈને ઈજા પહોંચી ન હોવાને કારણે હાશકારો ફેલાયો હતો.

સ્થાનિકોના જણાવ્યા મુજબ આ પુલીયા પર રેલિંગ ન હોવાના કારણે અગાઉ પણ અનેક વખત અકસ્માતોની ઘટનાઓ બની ચૂકી છે. તેથી ગામલોકો દ્વારા માર્ગ અને મકાન વિભાગને આ જોખમી વળાંક પર તાત્કાલિક રેલિંગ લગાવવાની માંગ કરવામાં આવી છે, જેથી ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ અટકાવી શકાય.


Share

Related posts

માંગરોળ બી.આર.સી ભવન ખાતે ધોરણ 5 ની પર્યાવરણ વિષયની તાલીમ યોજાઈ.

ProudOfGujarat

વડોદરામાં ગૌણ સેવા પરીક્ષા મંડળ દ્વારા એલઆરડી ની ભરતીની લેખિત પરીક્ષા યોજાઈ.

ProudOfGujarat

વડોદરા કોર્પોરેશનની જન્મ-મરણનાં શાખામાં અન્ય અધિકારી ઉપર બેવડા ચાર્જના પગલે કામગીરીમાં વિલંબ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!