Proud of Gujarat
INDIAFeaturedGujarat

માંગરોળ બી.આર.સી ભવન ખાતે ધોરણ 5 ની પર્યાવરણ વિષયની તાલીમ યોજાઈ.

Share

તાલુકા મથક માંગરોળ મુકામે આજથી તારીખ 4/10/21 થી 6/10/21 આમ ત્રણ દિવસ સુધી માંગરોળ તાલુકાની શાળામાં ધોરણ પાંચમા પર્યાવરણ શીખવતા 126 શિક્ષકોની તાલીમ યોજાઈ રહી છે. આ તાલીમમાં 9 શિક્ષકો તજજ્ઞ તરીકે સેવા આપી રહ્યા છે, આ તાલીમ 3 વર્ગખંડમાં યોજવામાં આવી છે.

કાર્યક્રમની શરૂઆત સમુહ પ્રાર્થના બાદ માંગરોળ નવી નવી પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા ગીમાભાઇ ચૌધરીનું અચાનક મૃત્યુ થતાં બે મિનિટનું મૌન પાળવામાં આવેલ હતુ. પ્રથમ આ તાલીમમાં પ્રિ ટેસ્ટ લેવામાં આવેલ હતીમાં, આ તાલીમમા વિષયને લગતી પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. આ તાલીમમાં બી.આર.સી હીરાભાઈ ભરવાડ, શીલા બેન ચૌધરી, મહેશભાઈ પરમાર, ગાયત્રીબેન રામાણી, દેવીબેન સરવૈયા દ્વારા માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે.

વિનોદ મૈસૂરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

સેનિટાઇઝરનું બીજી લહેરમાં 30 લાખનું વેચાણ થયું: હવે માત્ર રૂ. 2 લાખનું વેચાણ : લોકોની બેદરકારી વધી .?

ProudOfGujarat

નડિયાદમાં વરસાદી કાંસના તૂટેલા સ્લેબ બનાવવા લોકોની માંગ.

ProudOfGujarat

 ભરૂચ જિલ્લા તેમજ શહેરના તમામ પત્રકારમીત્રો માટે તેમજ તેમના પરિવાર માટે સૌ પ્રથમવાર મફત તબીબી ચેકઅપ કેમ્પ નું આયોજન કરાયું 

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!