Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગોધરા કોંગ્રેસ સમિતી કાર્યાલય ખાતે મહત્વની બેઠકનુ આયોજન કરાયું.

Share

ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસની સૂચના મુજબ પંચમહાલ જિલ્લા મહિલા કોંગ્રેસની મહત્વની મીટીંગ નવ નિયુક્ત જિલ્લા મહિલા પ્રમુખ (પૂર્વ જિલ્લા પંચાયત સભ્ય) વીણાબેન રાઠવાના માર્ગદર્શન હેઠળ ગોધરા ખાતે જિલ્લા કોંગ્રેસ સમિતિ કાર્યાલય ખાતે યોજવામાં આવેલ. જેમાં ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના મધ્ય ગુજ. વિભાગના પ્રભારી નિરીક્ષક ગીતાબેન સોલંકી એ ઉપસ્થિત રહી મહત્વપૂર્ણ જાણકારી આપેલ અને મહિલા કોંગ્રેસનો વ્યાપ કસ્બા અને ઊંડાણના ગ્રામ્ય વિસ્તાર સુધી વિસ્તારવા આહવાન કરેલ.

પંચમહાલ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અજીતસિંહ ભટ્ટી એ પણ ઉપસ્થિત રહી ઉપયોગી સહયોગ આપેલ તથા મહિલા કોંગ્રેસને વધુ સક્રિય અને મજબુત કરવા રાષ્ટ્રીય કોંગ્રેસી નેતા પ્રિયંકા ગાંધીના દ્વારા રચિત સૂત્ર ‘ લડકી હું મે , લડ શક્તિ હું ‘ ને સાકાર કરવા વધુ બેહનો ને કોંગ્રેસ વિચારસરણીમાં સામેલ કરવા જણાવેલ મીટીંગમાં મહિલા કોંગ્રેસની બહેનો ઉપરાંત શહેરા કોંગ્રેસના આગેવાન દુષ્યંત સિંહ ચૌહાણ, મહામંત્રી ઉમેશભાઈ શાહ, સોશ્યલ મીડિયા ચેરમેન સન્ની શાહ પણ ઉપસ્થિત રહી ડિજિટલ મેમ્બર્શીપ વધારવા જનમિત્ર – સંયોજકોમાં બહેનોને પણ વધુ સામેલ કરવા ઉપયોગી કાર્યવાહી કરવામાં આવેલ હતી.

Advertisement

પંચમહાલ રાજુ સોલંકી


Share

Related posts

અમદાવાદમાં મણિનગરમાંથી મળ્યો માતા-પુત્રીનો મૃતદેહ, હત્યાની આશંકા.

ProudOfGujarat

લીંબડીનાં તળાવમાં યુવાન ડુબ્યો, પરંતુ પછી શું થયું જાણો.

ProudOfGujarat

ગોધરા અને કાલોલ તાલુકાના વેપારીઓએ દિવાળીના દરમિયાન ફટાકડાના હંગામી પરવાના મેળવવા બાબત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!