Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડીયાના રાજપારડી વિસ્તારમાંથી વીજ કંપની દ્વારા ૨૦ લાખની વીજચોરી ઝડપાઇ.

Share

ભરૂચ જીલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી પંથકના વિવિધ ગ્રામીણ વિસ્તારોમાં મંગળવારે સાંજના સમયે વીજ કંપનીની રાજ્યની વિજીલન્સની ટીમોએ આકસ્મિક વીજ ચેકિંગ હાથ ધરતા મોટી વીજ ચોરી ઝડપાઇ હતી.

વિગતો મુજબ કેટલાક જોડાણોમાંથી અંદાજે કુલ મળીને રુ. ૨૦ લાખ જેટલી વીજચોરી ઝડપાતા ચકચાર મચી જવા પામી હતી. અવનવી યુક્તિઓથી વીજચોરી કરતા પકડાયેલા વીજ ગ્રાહકોના કેબલો, લંગરીયાઓની સામગ્રી જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવતા વીજચોરી કરતા ઇસમોમાં દોડધામ મચી જવા પામી હતી. રાજપારડી પંથકના ગ્રામીણ વિસ્તારોમાં કેટલાક વીજ જોડાણોમાં વિવિધ પ્રકારની નવીનવી તરકીબો વાપરી વીજચોરી કરાતી હોવાનુ વીજ ચેકિંગની ટીમને જણાઇ આવ્યુ હતુ. વીજચોરી કરતા ગ્રાહકોને અંદાજે કુલ મળીને ૨૦ લાખ રૂપિયાનો દંડ ફટકારવા આવ્યો હતો. વીજ ચેકિંગ ટીમોએ મંગળવારે સાંજે પોલીસ બંદોબસ્ત સાથે અચાનક વીજ ચેકિંગ હાથ ધરતા વીજચોરી કરતા ઇસમો આબાદ ઝડપાવા પામ્યા હતા. વીજ કંપની દ્વારા આ ઇસમો સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવશે એમ જણાવાયું હતું.

Advertisement

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ


Share

Related posts

ભરૂચ મનરેગા કૌભાંડ : કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલાં પ્રભાવી મંત્રીની ભુમિકા સામે આશંકા

ProudOfGujarat

ભરૂચની 500 થી વધુ દીકરીઓને સેનેટરી નેપકીનનું વિતરણ કરાયું.

ProudOfGujarat

ભરૂચમાં ધોધમાર વરસાદ વચ્ચે ટ્રાફિક પોલીસની પ્રશંસનીય કામગીરી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!