Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડિયાના ધારાસભ્યએ તરસાલી ગામે આગના બનાવનો ભોગ બનેલા પીડિત પરિવારની મુલાકાત લીધી

Share

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના તરસાલી ગામે થોડા દિવસ પહેલા આગ લાગવાનો બનાવ બન્યો હતો જેમાં આખેઆખું ઘર બળીને ખાખ થઈ ગયું હતું, બનાવમાં 9 ઈસમો દાઝ્યા હતાં, ગંભીર રીતે દાઝી ગયેલી એક મહિલાનું સારવાર દરમિયાન મોત થયું હતું. ઘરમાં રહેલો ઘરવખરીનો તમામ સામાન બળીને ખાખ થઈ જતા તેમજ નવ ઈસમો ગંભીર રીતે દાઝી જતા પરિવાર સહિત ગ્રામજનોમાં માતમ છવાયું હતું જે સંદર્ભે આજરોજ ઝઘડિયા વિધાનસભાના ધારાસભ્ય રીતેશભાઈ વસાવા તેમજ ઝઘડિયા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ પ્રકાશભાઈ દેસાઈ અને મુસ્લિમ આગેવાન ઈમ્તિયાઝ અલી સૈયદે પીડિત પરિવારની મુલાકાત લીધી હતી અને ધારાસભ્યએ પીડિત પરિવારને જેટલી બને એટલી સહાય આપવાની ખાતરી આપી હતી.

Advertisement

Share

Related posts

વડોદરામાં ગણપતિની સવારી લઈ જતી વખતે બે જૂથ વચ્ચે પથ્થરમારો, 13 ની અટકાયત.

ProudOfGujarat

ભરૂચના ખેડૂતોને કૃષિ કાર્ય માટે પેટ્રોલ અને ડીઝલમાં અગ્રતા આપવા જિલ્લા ભાજપ પ્રમુખની રજુઆત

ProudOfGujarat

નવા દિવા ગામ વિસ્તારમાંથી ૭ જુગારીયા જુગાર રમતા ઝડપાયા … અગઝડતી અને દાવ પરના રૂ ૨૧૩૦૦ જપ્ત ….

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!