Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ જિલ્લા કોર્ટમાં શંકાસ્પદ બેગ મામલે ખળભળાટ, બાદમાં મોક ડ્રિલ હોવાનું બહાર આવ્યું

Share

ભરૂચ:

ભરૂચ શહેરની જિલ્લા કોર્ટમાં શંકાસ્પદ બેગ મળ્યાની માહિતી મળતા પોલીસ તંત્ર તાત્કાલિક સક્રિય બન્યું હતું. સુરક્ષાના ભાગરૂપે કોર્ટ પરિસરને ખાલી કરાવી ન્યાયાધીશો, વકીલો તેમજ પક્ષકારોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા, જેના કારણે થોડો સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

Advertisement

માહિતી મળતા જ વિભાગીય પોલીસ વડા સી.કે. પટેલના નેતૃત્વ હેઠળ પોલીસની વિવિધ ટીમો ઘટનાસ્થળે દોડી આવી હતી. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG), બોમ્બ સ્ક્વોડ તેમજ ડોગ સ્ક્વોડ દ્વારા સમગ્ર કોર્ટ પરિસરમાં સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. ઉપરાંત, ફાયર બ્રિગેડ અને આરોગ્ય વિભાગને પણ એલર્ટ પર રાખવામાં આવ્યા હતા.

વિસ્તૃત તપાસ બાદ આખી ઘટના ‘મોક ડ્રિલ’ હોવાનું બહાર આવ્યું હતું. પોલીસ તંત્ર દ્વારા આ મોક ડ્રિલનો હેતુ કોર્ટ પરિસરમાં બોમ્બ કે શંકાસ્પદ વસ્તુ મળી આવે ત્યારે ઝડપી અને સુરક્ષિત કાર્યવાહી કરવાની તૈયારી વધારવાનો હતો.

તાજેતરમાં કોર્ટને મળેલી બોમ્બ ધમકીઓના બનાવોને ધ્યાનમાં રાખીને સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે પોલીસ તંત્ર દ્વારા આવા રિહર્સલ હાથ ધરવામાં આવી રહ્યા હોવાનું જણાવાયું છે.


Share

Related posts

નેત્રંગમાં કોરોના વાઇરસ બાબતે અંકલેશ્વર વિભાગીય પોલીસ વડાએ અનાજ કિટનું વિતરણ કર્યું.

ProudOfGujarat

અંકલેશ્વર- ક્યાં ગયા બાળ મજુરી અટકાવવાની વાતો કરનારા અધિકારીઓ…?

ProudOfGujarat

લીંબડી મોટા મંદિર ની ૧૩૦ વર્ષ જૂની પરંપરામાં કોરોના વિધ્નરૂપ સાબિત થયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!