Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચમાં સૈયદના મૌલાના મુફદ્દલ સૈફઉદીન સાહેબનું ભવ્ય સ્વાગત, વોહરા સમાજમાં ઉત્સાહનો માહોલ

Share

ભરૂચ શહેરમાં દાઉદી વોહરા સમાજના આધ્યાત્મિક ગુરુ મૌલાના મુફદ્દલ સૈફઉદીન સાહેબના આગમનને લઈ આનંદ અને ઉત્સાહની લાગણી પ્રસરી ગઈ હતી. મૌલાના સાહેબ ટ્રેન મારફતે ભરૂચ પહોંચતા જ મોટી સંખ્યામાં સમાજના લોકો ભરૂચ રેલવે સ્ટેશન પર એકત્રિત થયા હતા અને તેમના દર્શન માટે આતુર બન્યા હતા.

સ્ટેશન પર દાઉદી વોહરા સમાજના સભ્યો દ્વારા ‘લબ્બૈક યા સૈયદના’ના ગુંજતા નારા વચ્ચે સૈયદનાનું ભવ્ય અને ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. સમાજના આગેવાનો અને કાર્યકરોએ પણ આ પ્રસંગે હાજરી આપી શ્રદ્ધા વ્યક્ત કરી હતી.

Advertisement

સમગ્ર કાર્યક્રમ દરમિયાન શાંતિપૂર્ણ અને શિસ્તબદ્ધ માહોલ જોવા મળ્યો હતો, જે દાઉદી વોહરા સમાજની એકતા અને આયોજનક્ષમતાનું પ્રતિબિંબ રજૂ કરતો હતો.

સૈયદનાના આગમનથી ભરૂચ શહેરના દાઉદી વોહરા સમાજમાં નવી ઉર્જા, આધ્યાત્મિક આનંદ અને ઉત્સાહની લાગણી વ્યાપી ગઈ હતી.


Share

Related posts

ચંદાબેન ભાઈદાસ પ્રાથમિક શાળામાં ધોરણ-૮ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ ભાવભીનાં માહોલમાં યોજાયો

ProudOfGujarat

ભરૂચના ન્યાયાલય ખાતે બાર એસોસિયેશનના વકીલો સાથે મતદાન જાગૃતિ કાર્યક્રમ તથા ‘EVM-VVPAT નું નિદર્શન યોજાયું.

ProudOfGujarat

પંચમહાલના ગોધરા ખાતે આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત સંગીત સંધ્યા યોજાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!