Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

પાનોલી નજીક NH-48 પર ટેમ્પો પલટી: ટ્રાફિક જામથી કલાકો સુધી વાહનચાલકો પરેશાન

Share

 

પાનોલી નજીક નેશનલ હાઇવે 48 પર મટીરીયલ ભરેલો ટેમ્પો અચાનક બેકાબૂ બની પલટી જતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અકસ્માતમાં ટેમ્પો ચાલકનો સદનસીબે આબાદ બચાવ થયો હતો, પરંતુ વ્યસ્ત હાઈવે પર કલાકો સુધી ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી.

Advertisement

માહિતી અનુસાર, અંકલેશ્વરના પાનોલી વિસ્તારમાંથી પસાર થતા NH-48 પર એક ટેમ્પો સામાન લઈને જઈ રહ્યો હતો. દરમિયાન પી.આઈ. કંપની નજીક ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા ટેમ્પો રસ્તાની વચ્ચે જ પલટી ગયો હતો. અકસ્માતને કારણે ટેમ્પામાં ભરેલું મટીરીયલ રોડ પર ફેલાઈ જતાં વાહન વ્યવહાર ખોરવાઈ ગયો હતો.

ઘટના બનતા જ આસપાસના લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા, જ્યારે હાઈવેની એક સાઈડ બંધ થઈ જતાં વાહનોની લાંબી કતારો લાગી હતી. જેના કારણે મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો. ત્યારબાદ ક્રેનની મદદથી પલટી ગયેલી ટેમ્પોને રસ્તા પરથી હટાવી બાજુ પર ખસેડવામાં આવી હતી. પોલીસે ટ્રાફિક નિયંત્રણમાં લઈને માર્ગને પુનઃ શરૂ કરવાની કામગીરી હાથ ધરી હતી.


Share

Related posts

જુવેનાઈલ હોમ ફોર બોયઝ માંથી ગુમ થયેલ બે બાળકો પૈકી એક બાળક મળી આવ્યો .હજી એક બાળક ગુમ…

ProudOfGujarat

અભિનેત્રી ઉર્વશી રૌતેલા અનુષ્કા શર્મા અને સલમાન ખાનને પાછળ છોડીને 62.8 મિલિયન ફોલોઅર્સ સાથે સૌથી વધુ ફોલો કરવામાં આવતી અભિનેત્રી બની

ProudOfGujarat

રાજપીપળા : દિલ્હી નાંગલ ગામની નાબાલિક બાળા પર બળાત્કાર કરનારને ફાંસીની સજા આપવાની માંગ સામે કલેકટર નર્મદાને આવેદન પાઠવાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!