Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચના નંદેલાવ વિસ્તારમાં ગેસ કટર સિલિન્ડરમાં આગ, ફાયર ટીમે મોટી દુર્ઘટના ટાળી

Share

રોડ સાઈડ પર રાખેલા સિલિન્ડરમાં અચાનક ભભૂકી આગ, લોકોમાં દોડધામનો માહોલ

 

Advertisement

ભરૂચ.

 

ભરૂચના નંદેલાવ વિસ્તારમાં રોડ સાઈડ પર રાખેલા ગેસ કટર સિલિન્ડરમાં અચાનક આગ લાગી જતાં વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગની જ્વાળાઓ ઊંચી ઉઠતા આસપાસના લોકોમાં ભય ફેલાયો હતો અને મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે એકત્ર થઈ ગયા હતા.

ઘટનાની જાણ થતાં જ સ્થાનિક ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી. ફાયર ફાઇટરોએ ઝડપી અને સતર્ક કામગીરી હાથ ધરી આગ પર કાબૂ મેળવ્યો હતો. સમયસર આગ બુઝાવી દેતાં મોટી દુર્ઘટના ટળી હોવાનું મનાઈ રહ્યું છે.

સદનસીબે આ સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. જોકે આગ લાગતાં થોડા સમય માટે વિસ્તારમાં તણાવ અને ભયનો માહોલ સર્જાયો હતો.

ફાયર વિભાગ દ્વારા સિલિન્ડરમાં આગ લાગવાના ચોક્કસ કારણોની તપાસ શરૂ કરવામાં આવી છે.


Share

Related posts

રાજપીપળા પાલિકા સફાઈ કામદારોની હડતાળ સમેટાઈ.

ProudOfGujarat

લંડનમાં ગુમ થયેલા અમદાવાદના યુવકનો મૃતદેહ 11 દિવસ બાદ થેમ્સ નદીમાંથી મળ્યો, જાણો શું છે સમગ્ર ઘટના

ProudOfGujarat

બારડોલીના પટેલ સમાજના લગ્ન પ્રસંગે તસ્કરો મહેમાન બન્યા. ત્રણ લાખની મતાની થયેલ ચોરી. ચોરો થયા સીસીટીવીમાં કેદ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!