Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

માંગરોળના ગડકાછ બસ સ્ટેન્ડ પાસે ગોઝારો અકસ્માત : હાઈવા ટ્રકે બાઈકને અડફેટે લેતા યુવકનું મોત

Share

 

વાંકલ : માંગરોળ તાલુકાના ગડકાછ બસ સ્ટેન્ડ નજીક મોડી રાત્રે સર્જાયેલા ગમખ્વાર માર્ગ અકસ્માતમાં બાઈક ચાલક યુવકનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજતાં પંથકમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે.

Advertisement

મળતી માહિતી મુજબ વાંકલ ગામના બજેટ ફળિયામાં રહેતા અને સનરોન સોલાર કંપનીમાં ડ્રાઈવર તરીકે નોકરી કરતા 39 વર્ષીય વિનોદભાઈ શાંતિલાલભાઈ વસાવા ગત રાત્રે આશરે સાડા સાત વાગ્યે કંપનીમાંથી ફોન આવતા પોતાની પેશન પ્લસ મોટરસાયકલ નંબર GJ-19-BL-1355 લઈને નોકરી પર જવા માટે નીકળ્યા હતા.

દરમિયાન મોડી રાત્રે આશરે 12:15 વાગ્યાના અરસામાં તેઓ ગડકાછ બસ સ્ટેન્ડ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે અજાણ્યા ટાટા હાઈવા ટ્રક નંબર GJ-16-AV-5454ના ચાલકે પોતાના કબ્જાનું વાહન પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી વિનોદભાઈની બાઈકને જોરદાર ટક્કર મારી હતી.

અકસ્માત એટલો ભયાનક હતો કે વિનોદભાઈને માથા તથા છાતીના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેમનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

અકસ્માત સર્જ્યા બાદ ટ્રક ચાલક પોતાનું વાહન સ્થળ પર જ મૂકીને અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયો હતો. અકસ્માતની જાણ થતાં મૃતકના નાના ભાઈ સંજયભાઈ વસાવા તથા ગ્રામજનો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.

બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે માંગરોળ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. હાલ મૃતકના ભાઈ સંજયભાઈની ફરિયાદના આધારે પોલીસે ફરાર ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

યુવાન વિનોદભાઈ વસાવાના અકાળ અવસાનથી વાંકલ ગામમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ ગઈ છે.


Share

Related posts

વડોદરામાં કોરોનાના સંભવિત ત્રીજી લહેરને અનુલક્ષીને સમીક્ષા બેઠક યોજાઇ.

ProudOfGujarat

રાજપીપલા શહેર અને નર્મદા જિલ્લાની ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માટે 32 શિક્ષણ સહાયકોની પસંદગી.

ProudOfGujarat

ઝઘડીયા ત‍ાલુકાના દધેડા ગામે ચુંટણીમાં હારજીતના મામલે બે જુથો વચ્ચે અથડામણ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!