Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

અંક્લેશ્વરમાં મહારાષ્ટ્ર પાસિંગની બે શંકાસ્પદ રિક્ષા સાથે મહિલા સહિત બે ઝડપાયાં, રૂ.1.03 લાખનો મુદ્દામાલ કબ્જે

Share

 

અંક્લેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન મહારાષ્ટ્ર પાસિંગની બે શંકાસ્પદ રિક્ષાઓ ઝડપી પાડી રૂ.1.03 લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. પોલીસે બે વ્યક્તિઓને અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

મળતી માહિતી અનુસાર એ ડિવિઝન પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે પોલીસને બાતમી મળી હતી કે અંક્લેશ્વર શહેરના સર્કલ ત્રણ રસ્તાથી ચૌટાનાકા વિસ્તારમાં મહારાષ્ટ્ર પાસિંગની બે શંકાસ્પદ રિક્ષાઓ ફરી રહી છે. બાતમીના આધારે પોલીસે બે પંચોને સાથે રાખી સર્કલ ત્રણ રસ્તા નજીક વોચ ગોઠવી હતી.

દરમિયાન બાતમી મુજબની બે રિક્ષાઓ આવતા પોલીસે કોર્ડન કરી બંને રિક્ષાઓને અટકાવી તપાસ હાથ ધરી હતી. પ્રથમ રિક્ષા કાળા અને પીળા રંગની હતી જેના પર પેઇન્ટથી MH-05-BG-3853 નંબર લખાયેલો હતો. રિક્ષા ચાલકનું નામ સંતોષ વિનાયક ગાયકવાડ (ઉ.વ.25), રહે. અંબરનાથ વેસ્ટ, કલ્યાણ, મહારાષ્ટ્ર હોવાનું બહાર આવ્યું હતું.

બીજી રિક્ષા કાળા-પીળા રંગની બજાજ કંપનીની હતી જેના પર MH-05-BG-9122 નંબર લખાયેલો હતો. તે રિક્ષા ચલાવતી મહિલા તારાબાઈ કૈલાશ ગૌડ (ઉ.વ.33), રહે. શાસ્ત્રીનગર, અંબરનાથ વેસ્ટ, થાણે હોવાનું જણાયું હતું.

પોલીસે બંને પાસેથી રિક્ષાના આરટીઓ સંબંધિત દસ્તાવેજો માંગતા તેઓ કોઈ સંતોષકારક જવાબ આપી શક્યા નહોતા. જેના આધારે પોલીસે બંને રિક્ષાઓ ચોરીની અથવા છળકપટથી મેળવેલી હોવાની શંકા વ્યક્ત કરી હતી.

પોલીસે બંને રિક્ષાઓ ઉપરાંત વિવો કંપનીનો મોબાઇલ ફોન મળી કુલ રૂ.1,03,000નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. બંને વ્યક્તિઓ સામે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS) કલમ 35(1)(ઇ) હેઠળ કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.


Share

Related posts

કેન્દ્રીય રાજ્યકક્ષા મંત્રી  દેવુસિંહ ચૌહાણના હસ્તે વાત્રક અને સાબરમતી પુલનું લોકાર્પણ કરાયું

ProudOfGujarat

ભરૂચ લીંક રોડ પર રખડતા પશુઓનો આતંક — ગાયના હુમલાથી મહિલા ઈજાગ્રસ્ત

ProudOfGujarat

પંચમહાલ જિલ્લામાં શિક્ષકો દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન .

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!