Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ સબજેલના એક બેરેકના શૌચાલયમાંથી મોબાઈલ મળી આવતા ખળભળાટ મચી જવા પામ્યો હતો.

Share

ભરૂચ સબજેલના બેરેક નંબર 6 ના શૌચાલયમાં ઝડતી સ્કોવડની તપાસ દરમ્યાન મોબાઈલ મળી આવતા જેલની સુરક્ષા વ્યવસ્થામાં છીંડા હોવાનું બહાર આવવા પામ્યું છે. તાજેતરમાં ભરૂચ સબજેલમાં કેદીઓએ ભૂખ હડતાલ કરી હતી, જોકે સ્થાનિક જેલ પ્રશાસકોએ આ અંગે રદિયો આપી રહ્યા હતા. દરમ્યાન કેદીઓની ભૂખ હડતાલના પગલે અમદાવાદની પોલીસ મહાનિર્દેશક જેલ અને સુધારાત્મક વહીવટની કચેરીની ઝડતી સ્કોવડ સબજેલમાં તપાસ અર્થે આવી હતી. તે દરમ્યાન બેરેક નં.6 ના શૌચાલયમાંથી સીમકાર્ડ વગરનો મોબાઈલ મળી આવ્યો હતો. સમગ્ર મામલાની ફરિયાદ ભરૂચ બી ડિવિઝન પોલીસ ચોપડે નોંધાવામાં આવી હતી. ભરૂચ બી ડિવિઝન પોલીસે ફરિયાદના આધારે આગળની તપાસ હાથ ધરી હતી.

Advertisement

Share

Related posts

વડાપ્રધાન નરેન્દ્ર મોદિના ગુજરાત પ્રવાસ પહેલા જ એટીએસનું મોટું ઓપરેશન.

ProudOfGujarat

અંકલેશ્વરના ધારાસભ્ય ઇશ્વરસિંહ પટેલ ચોથી વાર મંત્રી પદના શપથ લીધા હતા.

ProudOfGujarat

શિક્ષકોના પડતર પ્રશ્નો ન ઉકેલાતા નર્મદા સહીત ગુજરાતના શિક્ષકો બીજા તબક્કાના આંદોલનના માર્ગે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!