Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ એસ.ટી વિભાગ કચેરીનું રાજ્યકક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે લોકાર્પણ કરાયું.

Share

રાજ્ય સરકાર તરફથી ગુજરાત રાજ્ય પરિવહન નિગમને ઈન્ફ્રાસ્ટ્રક્ચર અપડેશન માટે ફાળવેલ સહાય થકી ભરૂચ એસ.ટી વિભાગનું રૂપિયા ૪૬૨.36 લાખના ખર્ચે ડેપોનું નવીકરણ કરાયું.જેનું આજરોજ લોકાર્પણ રાજયનાં વાહન વ્યવહારના મંત્રી ઈશ્વરસિંહ પટેલનાં હસ્તે કરવામાં આવ્યું.

ભરૂચના ભોલાવ ખાતે આવેલી વર્ષો જુની ભરૂચ વિભાગીય કચેરી જર્જરિત અવસ્થામાં આવતા ગુજરાત રાજ્ય સરકાર દ્વારા નિગમને નવા ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે સહાય ફાળવવામાં આવી હતી. જે સહાય થકી ભરૂચ એસ.ટી વિભાગીય કચેરીનું રૂપિયા ૪૬૨.૩૬ લાખના ખર્ચે નવીનીકરણ કરી આરસીસી ફ્રેમ સ્ટ્રકચરવાળી અત્યાધુનિક કચેરી બનવા પામી છે.આ વિભાગીય કચેરી 65660 ચોરસ મીટર જમીન પૈકી 1344 જમીનમાં નવુ સ્ટ્રકચર ઉભુ કરાયું છે.જેમાં સુરક્ષા, ટ્રાફિક,વહીવટી બાંધકામ,લેબલ શાખા સહિત પેન્ટ્રી,શૌચાલય સાથેની સુવિધા સાથેનું ભોલાવ વિભાગીય કચેરી ખાતે બનવા પામ્યું છે.જેનું રાજ્યના વાહન વ્યવહાર રાજ્યકક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે લોકાર્પણ કરી પ્રજા માટે ખુલ્લું મુકવામાં આવ્યું.

Advertisement

Share

Related posts

ભરૂચ જીલ્લાનાં વાગરા તાલુકાનાં કેશરોલ ગામનો વ્યક્તિ દુબઈથી આવતા તેને કોરોનાનાં શંકાસ્પદ લક્ષણો દેખાતા ભરૂચ સિવિલ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો હતો.

ProudOfGujarat

રાજપીપળા : કેન્દ્ર સરકારના ૮ વર્ષ પૂર્ણ થવાના અવસરે એકતાનગર ખાતે યોજાઇ ઝોનલ-સબ ઝોનલ મીટ.

ProudOfGujarat

રાજપીપળા નગરપાલિકાની ચૂંટણી માટે બે દિવસમાં 14 ઉમેદવારોએ ફોર્મ ભર્યા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!