Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પરથી ડુંગળીના ગૂણોમાં સંતાડેલો રૂ. 9.60 લાખનો વિદેશી દારૂ ઝડપાયો, LCBએ એક આરોપીની કરી ધરપકડ

Share

ભરૂચ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)એ દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર સફળ કાર્યવાહી હાથ ધરી ડુંગળીના ગૂણોના કવરિંગ નીચે સંતાડીને લઈ જવાતો રૂ. 9.60 લાખની કિંમતનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. પોલીસે દારૂ, બોલેરો પિકઅપ, બે મોબાઈલ ફોન સહિત કુલ રૂ. 12.66 લાખનો મુદ્દામાલ કબજે કરી એક આરોપીની ધરપકડ કરી છે.

પોલીસ મહાનિરીક્ષક સંદીપ સિંહ (વડોદરા રેન્જ) તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષય રાજના માર્ગદર્શન હેઠળ પ્રોહિબિશન અને અસામાજિક પ્રવૃત્તિઓ સામે સઘન કામગીરી ચાલી રહી છે. તે અંતર્ગત એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.પી. વાળાના માર્ગદર્શન હેઠળ ટીમને બાતમી મળી હતી કે મહારાષ્ટ્ર નંબરની બોલેરો પિકઅપ (MH-04-SD-6935)માં ડુંગળીના ગૂણોના કવરિંગમાં વિદેશી દારૂ ભરી સુરત તરફથી વડોદરા તરફ લઈ જવાઈ રહ્યો છે.

Advertisement

બાતમીના આધારે એલસીબીની ટીમે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર વોચ ગોઠવી શંકાસ્પદ બોલેરો પિકઅપને રોકી તપાસ કરતાં પાછળના ભાગમાં ડુંગળીના ગૂણોની નીચે સંતાડેલા વિદેશી દારૂના 200 બોક્સ મળી આવ્યા હતા. પોલીસે વાહનચાલક અકલાખ અઝીઝ શેખ (ઉ.વ. 50, રહે. દેવલ ફળિયા, નવાપુર, જી. નંદુરબાર, મહારાષ્ટ્ર)ની ધરપકડ કરી હતી.

પૂછપરછ દરમિયાન આરોપીએ રાજુભાઈ નામના વ્યક્તિના કહેવાથી નવાગામ બ્રિજ નીચેથી વાહન મેળવી વડોદરા જિલ્લાના પાદરા નજીક આવેલા શેલ પેટ્રોલ પંપ પાસે દારૂ પહોંચાડવા જતો હોવાનું કબૂલ્યું હતું. પોલીસે રાજુભાઈને વોન્ટેડ જાહેર કરી ભરૂચ તાલુકા પોલીસ મથકે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
પોલીસે કાર્યવાહી દરમિયાન રૂ. 9.60 લાખનો વિદેશી દારૂ, રૂ. 3 લાખની બોલેરો પિકઅપ, રૂ. 6 હજારના બે મોબાઈલ ફોન સહિત કુલ રૂ. 12.66 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. સમગ્ર કામગીરી પો.સ.ઇ. એ.વી. શિયાળીયા તથા એલસીબીની ટીમે સફળતાપૂર્વક પાર પાડી હતી.


Share

Related posts

નડિયાદ : કપડવંજ નિરમાલી વચ્ચે એસ.ટી બસ રોડ સાઈડમાં ઉતરી જતા મુસાફરોના જીવ તાળવે ચોટયા.

ProudOfGujarat

જ્યોર્જિયા એન્ડ્રિયાનીનો આ સિઝલિંગ અવતાર જોઈને પ્રશંસકો આશ્ચર્યચકિત થયા

ProudOfGujarat

વાવાઝોડાને લઈ શહેર સહિત ૧૦૦ થી વધુ ગામમાં અંધારપટ છવાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!