Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

હાંસોટના રાયમા ગામે નહેર પાસે એક માસનું નવજાત શિશુ ત્યજી દેવાયેલ હાલતમાં મળ્યું, પોલીસે તપાસ શરૂ કરી

Share

 

ભરૂચ :

Advertisement

 

ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકાના રાયમા ગામ નજીક નહેર પાસેથી આશરે એક માસનું નવજાત શિશુ ત્યજી દેવાયેલ હાલતમાં મળી આવતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.

પ્રાપ્ત માહિતી મુજબ, વરસાદી વાતાવરણ વચ્ચે ખુલ્લા આકાશ નીચે નવજાત બાળક પડ્યું હોવાનું સ્થાનિકોના ધ્યાન પર આવતા તેમણે તાત્કાલિક 108 ઇમરજન્સી સેવાને જાણ કરી હતી. 108ની ટીમ ઘટનાસ્થળે પહોંચી બાળકને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડ્યું હતું.

ઘટનાની જાણ થતાં હાંસોટ પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી અને સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરી છે. બાળકને કોણે અને કયા કારણોસર નહેર પાસે ત્યજી દીધું તે અંગે પોલીસે આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ, સ્થાનિકો અને અન્ય ઉપલબ્ધ પુરાવાઓના આધારે તપાસ શરૂ કરી છે.

આ નિષ્ઠુર ઘટનાને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જવાબદાર વ્યક્તિઓને શોધી તેમની સામે કડક કાનૂની કાર્યવાહી કરવાની લોકોએ માંગ ઉઠાવી છે.


Share

Related posts

ભરૂચ : આજરોજ વધુ 16 કોરોના પોઝિટિવ કેસ નોંધાતા કુલ સંખ્યા 1816 થઈ.

ProudOfGujarat

ભરૂચનાં વાલીઓ દ્વારા શાળાની ફી અંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને રજૂઆત…

ProudOfGujarat

કપડવંજ : લાખોનો ચૂનો ચોપડનાર મહિલાની ધરપકડ : રાજ્યવ્યાપી કરોડોના કૌભાંડની આશંકા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!