Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

NDPS કેસમાં છ મહિનાથી ફરાર આરોપીને ભરૂચ SOGએ ઝડપી પાડ્યો :  અંકલેશ્વર ‘બી’ ડિવિઝન પોલીસમાં નોંધાયેલા રૂ. 11.72 લાખના હેરોઈન કેસમાં વોન્ટેડ હતો આરોપી

Share

ભરૂચ :
NDPS એક્ટ હેઠળ નોંધાયેલા ગુનાઓમાં નાસતા-ફરતા આરોપીઓને ઝડપી પાડવા રાજ્યવ્યાપી સ્પેશિયલ ડ્રાઈવ અંતર્ગત ભરૂચ SOGને વધુ એક સફળતા મળી છે. અંકલેશ્વર શહેર “બી” ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા હેરોઈનના ગુનામાં છેલ્લા છ મહિનાથી ફરાર આરોપીને SOGની ટીમે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ મહાનિદેશક, CID ક્રાઈમ અને રેલવેઝના માર્ગદર્શન તેમજ વડોદરા રેન્જના પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ અને ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષય રાજના માર્ગદર્શન હેઠળ નાસતા-ફરતા અને વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા માટે વિશેષ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.  તે અંતર્ગત SOGના પોલીસ ઇન્સ્પેક્ટર એ.વી. પાણમિયાના માર્ગદર્શન હેઠળ ટીમને મળેલી બાતમીના આધારે ભરૂચના ભોલાવ એસ.ટી. ડેપો રોડ પરથી સંતોષ જોગેશ્વર યાદવ (રહે. લક્ષ્મણનગર, મારુતિધામ-2 પાસે, અંકલેશ્વર)ને ઝડપી પાડવામાં આવ્યો હતો. આરોપી સામે તા. 13 જાન્યુઆરી, 2026ના રોજ અંકલેશ્વર શહેર “બી” ડિવિઝન પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટની કલમ 8(સી), 21(બી), 18(સી) અને 29 હેઠળ ગુનો નોંધાયો હતો. આ ગુનામાં અંદાજે રૂ. 11.72 લાખના હેરોઈનનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો અને ત્યારથી આરોપી ફરાર હતો. આ સમગ્ર કામગીરી SOGના પોલીસ ઇન્સ્પેક્ટર એ.વી. પાણમિયા, હેડ કોન્સ્ટેબલ સુરેશભાઈ રામસિંહભાઈ, હેડ કોન્સ્ટેબલ શૈલેષભાઈ ઈશ્વરભાઈ, હેડ કોન્સ્ટેબલ કીર્તિકુમાર ભાર્ગવકુમાર, પોલીસ કોન્સ્ટેબલ તનવીર મહંમદ ફારૂક અને પોલીસ કોન્સ્ટેબલ મોહમ્મદ ગુફરાન મોહમ્મદ આરિફની ટીમે સફળતાપૂર્વક પાર પાડી હતી.

Share

Related posts

કરજણનાં ભરથાણા ગામ પાસે આવેલ ટોલનાકા પાસે પરપ્રાંતીય શ્રમિકોએ હોબાળો મચાવ્યો હતો.

ProudOfGujarat

અંકલેશ્વરમાં બોગસ દસ્તાવેજ બનાવનારની અટકાયત કરતી પોલીસ

ProudOfGujarat

સાગબારા તાલુકાની ખોચરપાડા શાળાના 8 બાળકો CET ની પરીક્ષામાં બાજી મારી શાળાનું નામ રોશન કર્યું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!