Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

181 અભયમની સમયસર દખલથી ઘરેલુ કલહનો અંત, નશાની લતમાં પત્નીને ત્રાસ આપતા પતિનું કાઉન્સેલિંગ બાદ સમાધાન

Share

 

ભરૂચ:

Advertisement

ભરૂચ જિલ્લાના એક ગામમાં નશાની હાલતમાં પત્ની સાથે મારઝૂડ, ધમકીઓ અને માનસિક ત્રાસ ગુજારતા પતિને 181 અભયમ મહિલા હેલ્પલાઇનની ટીમે અસરકારક કાઉન્સેલિંગ આપી દંપતી વચ્ચે સુખદ સમાધાન કરાવ્યું છે.

મળતી માહિતી મુજબ, પીડિત મહિલાએ 181 અભયમ મહિલા હેલ્પલાઇન પર સંપર્ક કરીને ફરિયાદ નોંધાવી હતી કે તેનો પતિ શંકાના આધારે વારંવાર મારઝૂડ કરે છે, ધમકીઓ આપે છે તેમજ આર્થિક અને માનસિક રીતે પરેશાન કરે છે. ફરિયાદ મળતા જ અભયમની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી મહિલાની સુરક્ષા સુનિશ્ચિત કરી સમગ્ર ઘટનાની વિગતો મેળવી હતી.

તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે પતિ નિયમિત રોજગાર કરતો ન હતો અને નશાની લતનો શિકાર હતો. બીજી તરફ પત્ની ઘરકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતી હતી. તેમ છતાં પતિ અવારનવાર નશાની હાલતમાં ઝઘડા કરીને પત્નીને શારીરિક તેમજ માનસિક ત્રાસ આપતો હતો. તાજેતરની ઘટનામાં તેણે પત્ની સાથે મારઝૂડ કરી હતી અને ઘરમાં જમવાનું ન બની શકે તે માટે ચૂલામાં પાણી પણ રેડી દીધું હતું.

મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને 181 અભયમની ટીમે પતિ-પત્નીનું અલગ-અલગ તેમજ સંયુક્ત કાઉન્સેલિંગ કર્યું હતું. દરમિયાન ટીમે ઘરેલુ હિંસા સંબંધિત કાયદાકીય જોગવાઈઓ અંગે બંનેને સમજણ આપી હતી તેમજ ભવિષ્યમાં આવી ઘટના ફરી બનશે તો કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે તેવી સ્પષ્ટ ચેતવણી પણ આપી હતી.

કાઉન્સેલિંગ બાદ પતિએ પોતાની ભૂલ સ્વીકારી હતી અને ભવિષ્યમાં પત્ની પર હાથ નહીં ઉપાડવાની, કોઈપણ પ્રકારનો શારીરિક કે માનસિક ત્રાસ નહીં આપવાની તેમજ નશાની આદત છોડવાનો પ્રયાસ કરવાની ખાતરી આપી હતી. મહિલાની સંમતિ બાદ 181 અભયમની ટીમે દંપતી વચ્ચે સુખદ સમાધાન કરાવી પરિવારને ફરી એકવાર સાથે રહેવા માટે પ્રેરિત કર્યો.


Share

Related posts

રાજપારડી ગામે બજાર નવયુવક મંડળ દ્વારા ગરબા મહોત્સવ નવરાત્રી ની ઉજવણી અને નવા વર્ષના આગમન ના વધામણા

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં શિયાળા ની ઋતુ ની શરૂઆત સાથે ગરમીનું વાતાવરણ યથાવત

ProudOfGujarat

સુરેન્દ્રનગર : લૂંટ વીથ ખૂન કેસના પેરોલ રજામાંથી છુટી પેરોલ જમ્પ કરી નાસતા ફરતા આરોપીને નશો કરેલી હાલતમાં મોટર સાયકલ ચલાવી નીકળેલ હાલતમાં પકડી પાડતી લીંબડી પોલીસ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!