Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ એલ.સી.બી પોલીસે અંકલેશ્વરમાંથી સગીર યુવતીને ભગાડી જનાર શખ્સ તેમજ સગીરાને અમદાવાદ ખાતેથી ઝડપી પાડયા હતા.

Share

અંકલેશ્વર શહેરની રઘુવીર સોસાયટીમાં રહેતી એક સગીર યુવતીને બે વર્ષ અગાઉ પ્રેમ સંબંધમાં એક યુવક જીગર જાદવ અમદાવાદનાં લાંભા ગામ ખાતે ભગાડી ગયો હતો. આ સંદર્ભે સગીરાનાં પરિવારજનોએ શહેર પોલીસ મથકે ફરિયાદ દર્જ કરાવી હતી. જોકે જે તે સમયે સગીરા તેમજ ભગાડી જનાર યુવક જીગર જાદવ મળી આવ્યા નહોતા. બાદમાં આ અંગેની તપાસ ભરૂચ એલ.સી.બી. પોલીસને મળી હતી. એલ.સી.બી પોલીસે આ પ્રેમી પંખીડાઓને ઝડપી પાડવા સધન તપાસ હાથ ધરી હતી. જે દરમ્યાન આ પ્રેમી પંખીડા અમદાવાદ જિલ્લાનાં દસક્રોઈ તાલુકાનાં લાંભા ગામે રહેતા હોવાની જાણ થતા પોલીસે બંનેને પકડી અંકલેશ્વર શહેર પોલીસને આગળની કાર્યવાહી અર્થે સોંપી દીધા હતા.

Advertisement

Share

Related posts

અરબ સાગરમાં શક્તિ વાવાઝોડું સક્રિય : ભરૂચ જિલ્લામાં તંત્ર એલર્ટ મોડમાં

ProudOfGujarat

ભરૂચમાં આમ આદમી પાર્ટીએ ચૂંટણીલક્ષી સંગઠનની મીટીંગ યોજી.

ProudOfGujarat

હાર્દિક પટેલના ઉપવાસનો આજે સાતમો દિવસ હાર્દિક દ્વારા અન્ન-જળનો કરવામાં આવ્યો છે ત્યાગ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!