Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

એથ્લેટિક્સમાં દેગડીયા આશ્રમશાળાની બાળાઓનો ડંકો, રાજ્ય કક્ષાએ પસંદગી! :  સુહાની વસાવા ૩૦૦૦ મીટર ઝડપી ચાલમાં પ્રથમ, પ્રિતિકા વસાવા ૧૫૦૦ મીટર દોડમાં દ્વિતીય; બંને હવે રાજ્ય કક્ષાએ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે

Share

 

વાંકલ:

Advertisement

તાજેતરમાં યોજાયેલી જિલ્લા કક્ષાની એથ્લેટિક્સ સ્પર્ધામાં માંગરોળ તાલુકાની દેગડીયા આશ્રમશાળાની વિદ્યાર્થિનીઓએ શાનદાર પ્રદર્શન કરી શાળા સહિત સમગ્ર વિસ્તારનું નામ રોશન કર્યું છે. રમતગમત ક્ષેત્રે આશ્રમશાળાની બાળાઓએ પોતાની પ્રતિભાનો પરચો આપતાં બે વિદ્યાર્થિનીઓની રાજ્ય કક્ષાની સ્પર્ધા માટે પસંદગી થઈ છે.

જિલ્લા કક્ષાની સ્પર્ધામાં દેગડીયા આશ્રમશાળાની વિદ્યાર્થિની સુહાનીબેન કુંવરજીભાઈ વસાવાએ ૩૦૦૦ મીટર ઝડપી ચાલ (વોકિંગ) સ્પર્ધામાં પ્રથમ ક્રમ મેળવી ઉત્કૃષ્ટ સિદ્ધિ હાંસલ કરી હતી. જ્યારે શાળાની જ વિદ્યાર્થિની પ્રિતિકાબેન અમરસિંગભાઈ વસાવાએ ૧૫૦૦ મીટર દોડ સ્પર્ધામાં દ્વિતીય ક્રમ મેળવ્યો હતો.

બંને ખેલાડીઓએ જિલ્લા કક્ષાએ નોંધપાત્ર દેખાવ કરતાં હવે આગામી રાજ્ય કક્ષાની એથ્લેટિક્સ સ્પર્ધામાં જિલ્લાનું પ્રતિનિધિત્વ કરવાની તક મેળવી છે. તેમની આ સફળતાથી દેગડીયા આશ્રમશાળા સહિત સમગ્ર પંથકમાં આનંદની લાગણી ફેલાઈ છે.

બાળાઓની મહેનત અને સિદ્ધિને બિરદાવતાં શાળા પરિવાર, શિક્ષકો તથા સંસ્થાના આગેવાનોએ બંને વિદ્યાર્થિનીઓને અભિનંદન પાઠવ્યા હતા. સાથે જ રાજ્ય કક્ષાની સ્પર્ધામાં પણ શ્રેષ્ઠ પ્રદર્શન કરી શાળા અને જિલ્લાનું નામ વધુ ઉજ્જવળ કરે તેવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.


Share

Related posts

વડોદરા-સ્કૂલના શિક્ષકે પોતાના ટયુશન કલાસમાં વિધાર્થીની પર દુષ્કર્મ આચર્યા ના આરોપ થી ખળભળાટ

ProudOfGujarat

અંકલેશ્વરમાં સોશિયલ મીડિયા પોસ્ટને લઈ મુસ્લિમ સમાજમાં રોષ : ઇન્સ્ટાગ્રામ પર ધાર્મિક લાગણી દુભાવતી પોસ્ટ મામલે આગેવાનો પોલીસ મથકે પહોંચ્યા, કડક કાર્યવાહીની માંગ

ProudOfGujarat

જ્યોતિ સક્સેનાએ મિસ યુનિવર્સ હરનાઝ સંધુને અભિનંદન પાઠવ્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!