Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જિલ્લાનાં કાવી ગામનાં વતની સુહેલ રોજગાર અર્થે સાઉથ આફ્રિકામાં હોવાથી તેમના પર લૂંટના ઇરાદે ફાયરિંગ થયું હતું.

Share

ભરૂચ જિલ્લાના કાવી ગામના વતની સુહેલ રોજગાર અર્થે સાઉથ આફ્રિકાના વેન્ડા શહેરમાં છેલ્લા 8-10 વર્ષથી સ્થાયી થયો હતો. ગતરોજ વેન્ડમાં સીબાશા વિસ્તારમાં બપોરે દુકાન બંધ કરી સ્ટાફ સાથે કારમાં જોહરની નમાજ પઢવા માટે સીબાશા મસ્જિદ તરફ જતા હતા તે દરમિયાન સીબાશા મસ્જિદ પાસે ગીચ વસ્તીમાં આફ્રિકન નિગરો દ્વારા લૂંટના ઇરાદે હવામાં ફાયરિંગ કરતા કરતા સુહેલની કાર તરફ ધસી આવ્યા હતા અને કાર પર ફાયરિંગ કર્યું હતું, આ ફાયરિંગ દરમિયાન ગનમાંથી નીકળેલી ગોળી સુહેલના પેટના ભાગે વાગી પગના ઉપલા ભાગે જાંગમાં ગોળી ખુંપી ગઈ હતી. લૂંટરા લૂંટમાં નાકામ રહ્યા હતા પરંતુ ભરૂચના કાવી ગામનો વતની સુહેલ ફાયરિંગમાં ઇજગ્રસ્ત થયો હતો. સ્થાનિક યુવકો તાત્કાલિક સુહેલની કાર તરફ દોડી આવી એને તાત્કાલિક પીટર્સબર્ગ ખાતેની હોસ્પિટલમા સારવાર અર્થે ખસેડાયો હતો. ઓપરેશન બાદ સુહેલની સ્થિતિ સારી હોવાનું આફ્રિકાથી સમાચાર મળી રહ્યા છે.ઉલ્લેખનીય છે કે કાવી ગામના વાતની સુહેલ પર સાઉથ આફ્રિકામાં બે મહિનાના સમયગાળામાં આ બીજીવાર લૂંટના ઇરાદે હુમલો થયો છે અને બંનેવાર આબાદ બચાવ થયો છે.

Advertisement

Share

Related posts

ઉમરપાડા, કેવડી અને ઉચવાણને તા. 26 થી 30 સુધી પાંચ દિવસ સ્વેચ્છિક લોકડાઉન કરાયું.

ProudOfGujarat

દહેજ સ્થિત બિરલા કોપર કંપનીમાં એક કામદારના અપમૃત્યુ અંગેની ધટનાએ અનેક શંકા કુશંકા ઉભી કરી છે…?

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં પશુ દવાખાના દ્વારા વર્લ્ડ રેબિઝ ડે ની ઉજવણી કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!