Proud of Gujarat
GujaratCrime & scandalFeaturedINDIA

ભરૂચ ના ગોકુલનગર વિસ્તાર માં બે યુવકો વચ્ચે મારામારી-એક યુવક ને વાગ્યો ચપ્પુ-છુટાછેડા બાદ પણ યુવતીની કરતો હતો હેરાનગતિ જાણો વધુ…!!!

Share

ભરૂચ ના ગોકુલનગર વિસ્તાર માં બે યુવકો વચ્ચે મારામારી-એક યુવક ને વાગ્યો ચપ્પુ-છુટાછેડા બાદ પણ યુવતીની કરતો હતો હેરાનગતિ જાણો વધુ…!!!

{હારૂન પટેલ}બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ ભરૂચ શહેર ના ગોકુલ નગર વિસ્તાર માં આજ રોજ બે યુવાનો વચ્ચે છુટ્ટા હાથ ની મારમારી થતા એક યુવાન ને પેટ ના ભાગે ચપ્પુ વાગતા તેને તાત્કાલિક સારવાર અર્થે ભરૂચ ની સિવિલ હોસ્પિટલ ખાતે લાવવા માં આવ્યો હતો તો બીજી તરફ સિવિલ હોસ્પિટલ ખાતે પણ બનેવ પક્ષ વચ્ચે બબાલ થતા હોસ્પિટલ ના મુખ્ય પ્રવેશ દ્વાર ના કાંચ પણ ફૂટ્યા હોવાનું લોક મુર્ખએ ચર્ચાઈ રહ્યું છે………..
ઘટના કંઇક આમ બની છેકે યુવતી સાથે મારનાર ઈશમ ના  છુટાછેડા થઇ ગયા હોવા છતાં તે યુવતી ને નોકરી પર થી પરત આવતી હોય પાંચબત્તી વિસ્તાર માં તેની હેરાનગતિ કરતો હોય જે અંગે યુવતી ના ભાઈ ને જાણ થતા હેરાનગતિ કરનાર ઈશમ ગોકુલ નગર ની નવી નગરી વિસ્તાર માં હોવાનું માલુમ પડતા તેને કહેવા જતા બંને વચ્ચે મારામારી ની ઘટના સર્જાતા યુવતી ના ભાઈ ને પેટ ના ભાગે ચપ્પુ વાગતા તેને પ્રથમ ચપ્પુ ઘૂસેલી હાલત માં સિવિલ હોસ્પિટલ ખાતે લોહી લુહાણ હાલત માં સારવાર માટે લાવવા માં આવ્યો હતો બાદ માં તેને વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યો હતો……….
સમગ્ર મામલા અંગે ની જાણ  એ ડિવિઝન પોલીસ મથકે થતા એ ડિવિઝન પોલીસ મથક ના કાફલા એ તાત્કાલિક દોડી આવી ચપ્પુ મારનાર ઈસમ ની અટકાયત કરી પોલીસ સ્ટેશન ખાતે લઈ જઈ મામલા અંગેની વધુ તપાસ કરી  ગુનો દાખલ કરવાની તજવીજ હાથધરી હતી. ……
Advertisement

Share

Related posts

અમદાવાદ રિવરફ્રન્ટમાં એક જ દિવસમાં 4 મૃતદેહ મળતા ખળભળાટ

ProudOfGujarat

વડોદરા : ગુજરાત સ્ટેટ બોડી બિલ્ડીંગ ચેમ્પિયનશિપમાં ભરૂચના યુવાને મેળવ્યો બ્રોન્ઝ મેડલ..!!

ProudOfGujarat

ભરૂચ : ખરચ બિરલા કંપની પાછળ સાત જુગારીઓ લાખોનો જુગાર રમતા ઝડપાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!