Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

કાનૂની સેવા સત્તા મંડળ, માંગરોળ દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ખાતે ‘વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ’ની ઉજવણી કરાઈ

Share

​વાંકલ :
​કાનૂની સેવા સત્તા મંડળ, માંગરોળ દ્વારા ‘વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ’ (World Mental Health Day)નિમિત્તે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC) વાંકલ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વેરાકુઈ ખાતે વિશેષ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.​આ કાર્યક્રમમાં કાનૂની સેવા સત્તા મંડળના પબ્લિક લીગલ વોલન્ટિયર્સ (PLV) પરેશભાઈ, અંકેશભાઈ ચૌધરી તથા જસવંતભાઈ ચૌધરી દ્વારા માનસિક સ્વાસ્થ્યના મહત્વ અને તેને લગતી કાનૂની તેમજ સામાજિક બાબતો અંગે વિદ્યાર્થીઓ અને ઉપસ્થિત લોકોને વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.​આ ઉજવણી દરમિયાન માનસિક રીતે સક્ષમ રહેવા,તણાવમુક્ત જીવન જીવવા અને સમાજમાં માનસિક સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ ફેલાવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.આ પ્રસંગે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વાંકલ અને વેરાકુઈના તબીબો તથા સ્ટાફગણ તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉત્સાહભેર હાજર રહ્યા હતા.

Advertisement

Share

Related posts

ભરૂચમાં ડોર ટુ ડોર કચરા કલેકશનની ગાડીઓ નહિ આવતા જાગૃત નાગરિક દ્વારા પાલિકા ખાતે સીટી વગાડી કરાયો અનોખો વિરોધ…

ProudOfGujarat

નડિયાદ શહેરમાં પંજાબી સમાજ દ્વારા રાવણનું દહન કરાયું.

ProudOfGujarat

કોરોનાથી સાવચેતીનાં પગલે પાલેજ બજાર બંધ કરાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!