Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચના મક્તમપુરમાં બંધ મકાનને તસ્કરોએ બનાવ્યું નિશાન, ચાર મકાનોમાં ચોરીની આશંકા : નર્મદા બંગ્લોઝમાં દરવાજાનો નકૂચો તોડી સોનાના દાગીના અને રોકડ સહિત રૂ.1.82 લાખની મત્તા ચોરાઈ; CCTVમાં મોટરસાઇકલ પર આવેલા ત્રણ અજાણ્યા શખ્સો કેદ

Share

ભરૂચ :

ભરૂચ શહેરના મક્તમપુર સ્થિત નર્મદા બંગ્લોઝ સોસાયટીમાં તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવી સોનાના દાગીના અને રોકડ રકમ સહિત કુલ રૂ.1,82,548ની મત્તાની ચોરી કરતાં ચકચાર મચી ગઈ છે. આ ઉપરાંત સોસાયટીનાં અન્ય મકાનો અને નજીકના દુબઈ ટેકરી વિસ્તારના એક મકાનમાં પણ ચોરી થઈ હોવાની માહિતી સામે આવતાં એક જ રાતમાં અનેક મકાનોને નિશાન બનાવનાર તસ્કર ટોળકીની સંડોવણીની આશંકા સેવાઈ રહી છે.
મળતી માહિતી અનુસાર, નર્મદા બંગ્લોઝમાં રહેતાં 58 વર્ષીય નિવૃત્ત ઈન્દુમતીબેન વસાવા તા.12 ઓક્ટોબરના રોજ સવારે આશરે 10:45 વાગ્યે પોતાના મકાનને તાળું મારી સુરત ખાતે રહેતી પુત્રીના ઘરે ગયાં હતાં. દરમિયાન 13 ઓક્ટોબરના રોજ સવારે પાડોશમાં રહેતાં મહિલાનો ફોન આવ્યો હતો કે તેમના ઘરના દરવાજાનો નકૂચો તૂટેલો છે અને દરવાજો ખુલ્લો છે.
આથી ઈન્દુમતીબેન ભરૂચ પરત ફર્યાં હતાં. ઘરે પહોંચીને તપાસ કરતાં બીજા રૂમમાં મૂકેલો લોખંડનો કબાટ ખુલ્લો હતો અને સામાન વેરવિખેર પડ્યો હતો. કબાટની તિજોરીમાંથી આશરે છ ગ્રામ વજનનું 22 કેરેટ સોનાનું બ્રેસલેટ, છ ગ્રામ વજનની સોનાની કાનની કડીઓની એક જોડ તથા રોકડા રૂ.16 હજાર મળી કુલ રૂ.1,82,548ની મત્તા ગાયબ હોવાનું જણાયું હતું.
CCTVમાં ત્રણ શંકાસ્પદ શખ્સો કેદ
ફરિયાદી મહિલાના જણાવ્યા અનુસાર, નર્મદા બંગ્લોઝ સોસાયટીમાં રહેતા અન્ય બે વ્યક્તિઓ તથા નજીકની નર્મદા દર્શન સોસાયટીમાં રહેતા એક વ્યક્તિના મકાનમાં પણ ચોરી થઈ હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત દુબઈ ટેકરી વિસ્તારમાં રહેતા એક વ્યક્તિના મકાનમાં પણ ચોરી થયાની માહિતી મળી છે.
સોસાયટીના CCTV ફૂટેજમાં રાત્રિના આશરે ત્રણ વાગ્યે મોટરસાઇકલ પર આવેલા ત્રણ અજાણ્યા શખ્સો મકાનોમાં ચોરી કરી સવારે ચાર વાગ્યાના અરસામાં નીકળી જતા હોવાનું દેખાતું હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે. બનાવ અંગે ઈન્દુમતીબેન વસાવાએ પોતાની પુત્રી સાથે ભરૂચ પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ચોરીના બનાવની તપાસ હાથ ધરી તસ્કરોને ઝડપી પાડવા માટે કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

ઝઘડીયા તાલુકાના ધોલી ડેમ પાસે વહેતી ખાડીમાં જાંબોલીની મહિલા તણાઇ.

ProudOfGujarat

ભરૂચમાં બાળકે પોતાના જન્મદિવસની કરી અનોખી ઉજવણી.

ProudOfGujarat

ભરૂચ જિલ્લામા તાપમાનનો પારો છેલ્લા વર્ષોના રેકોર્ડ તોડશે.જાણો કેમ ?

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!