Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

સાયખા GIDCની સિનઝીલ કંપની બ્લાસ્ટકાંડમાં ત્રણ એજન્સીઓની તપાસ તેજ :  ૧૪ પ્રોડક્ટની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ૧૫મી વખત બ્લાસ્ટ થતાં અનેક સવાલો :  DISH, GPCB અને પોલીસના રિપોર્ટ બાદ બેદરકારીની ભૂમિકાની તપાસ થશે

Share

ભરૂચ.

વાગરાની સાયખા જીઆઇડીસીમાં આવેલી સિનઝીલ કંપનીમાં હાઇડ્રોજીનેશનની પ્રક્રિયા દરમિયાન રિએક્ટરમાં બ્લાસ્ટ થતાં 5 કર્મચારીઓની મોત નિપજ્યાં હતાં. જ્યારે 5 જણાને ગંભીર ઇજાઓ થઇ હતી. ઘટનાને પગલે વાગરા પોલીસમાં અકસ્માત મોતનો ગુનો નોંધાયો છે. ત્યારે  હાલમાં ડિસ્ટ્રીક્ટ હેલ્થ એન્ડ સેફ્ટી વિભાગ (ડીશ) તેમજ જીપીસીબી દ્વારા પણ મામલાની તપાસ કરવામાં આવી રહી છે.
વાગરાની સાયખા જીઆઇડીસીમાં આવેલી સિનઝીલ કંપનીમાં થયેલાં બ્લાસ્ટે આસપાસના 17 કિમીમાં ભયનો માહોલ ઉભો કર્યો હતો. કંપનીમાં મીનેલીન ડાય ક્લોરાઇડ તેમજ મોર્ફીલીન નામના બે કેમિકલ મિક્ષ કરી તેનું હાઇડ્રોજીનેશન કરવાની પ્રક્રિયા ચાલી રહી હતી. તે વેળાં રિએક્ટર વ્હિસલ બ્લાસ્ટ થતાં પાંચ કામદારના સ્થળ પર જ મોત નીપજ્યાં હતાં. જ્યારે 5ને ગંભીર ઇજાઓ થઇ હતી. ઘટનાને પગલે વાગરા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધ્યો છે. બીજી તરફ ડિસ્ટ્રીક્ટ હેલ્થ એન્ડ સેફ્ટી વિભાગ (ડીશ)ની ટીમ દ્વારા ઘટના બનવાનુું સાચું કારણ શોધવા માટેની કવાયત હાથ ધરાઇ છે. કંપનીમાં આ પહેલાં 14 પ્રોડક્ટનું વર્ક પૂર્ણ કરવામાં આવ્યું હતું. હવે, 15મી વાર થઇ રહેલી પ્રક્રિયામાં બ્લાસ્ટ થતાં તે અંગે અનેક તર્કવિતર્ક સર્જાયાં છે. સિસ્ટમમાં કોઇ ક્ષતિ હોત તો અગાઉના 14 પ્રોડક્ટની કામગીરી વેળાં તે સામે આવ્યાં હોત. જેથી હાલના તબક્કે ઇમ્યુરીટીવાળા કેમિકલનો ઉપયોગ થવાને કારણે ઘટના બની હોવાની પ્રાથમિક શક્યતાઓ છે. ડિસ્ટ્રીક્ટ હેલ્થ એન્ડ સેફ્ટી વિભાગ (ડીશ)ની ટીમે સ્થળ પરથી વિવિધ પ્રકારના કેમિકલના સેમ્પલ મેળવી તેને એફએસએલની ટીમને સોંપ્યાં છે. તેના રિપોર્ટના આધારે પણ તપાસને દિશા મળી શકે તેવી આશા સેવાઇ રહી છે. બીજી તરફ જીપીસીબીની ટીમ દ્વારા કંપની સામે પર્યાવરણીય નુકશાન સહિતના પાસાઓને લઇને તપાસ કરી અહેવાલ તૈયાર કરવામાં જોતરાઇ છે. ત્યારે પોલીસ, જીપીસીબી તેમજ ડિસ્ટ્રીક્ટ હેલ્થ એન્ડ સેફ્ટી વિભાગ (ડીશ)ની ટીમ દ્વારા તૈયાર કરવામાં આવેલાં રિપોર્ટસના આધારે મામલામાં કોઇની ગંભીર બેદરકારીની ભુમિકા હતી કે કેમ તે સહિતના પાસાઓ તપાસવામાં આવશે.
Advertisement

Share

Related posts

ભરૂચ પંથકમાં રવિવારે મોહર્રમ પર્વ ઉજવાશે: અવનવા તાજીયા આકર્ષણરૂપ સાબિત થશે

ProudOfGujarat

પ્રાકૃતિક શિક્ષણ શિબિર સુરત વન વિભાગના વાંકલ રેન્જ ખાતે પાંચ દિવસીય

ProudOfGujarat

કોરોના પોઝિટિવ કેસનાં પગલે રાજપારડીનું મુખ્ય બજાર કન્ટેન્ટમેન્ટ વિસ્તારમાં ફેરવાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!