Proud of Gujarat
FeaturedGujaratINDIA

લોકડાઉનમાં ગરીબોને ભોજન અને ફૂડ કીટનું વિતરણ કરી ગરીબોની વ્હારે આવી ભરૂચની ખીદમતે ખલ્ક સંસ્થા.

Share

ભરૂચની ખીદમતે ખલ્ક ચેરીટેબલ ટ્રસ્ટ નામની સંસ્થા દ્વારા હાલમાં ચાલતા લોકડાઉનમાં ગરીબો માટે ઉમદા કામગીરી કરવામાં આવી રહી છે. માનવસેવાના ઉદ્દેશથી રચાયેલ “ખીદમતે ખલ્ક” ચેરટીબલ ટ્રસ્ટ નામની સંસ્થા દ્વારા લોકડાઉન દરમિયાન ગરીબ અને જરૂરતમંદો માટે જરુરી મદદનાં રૂપે ભોજન અને ફુડ કીટસનું વિતરણ કરવામાં આવે છે. સંસ્થા દ્વારા ૮૦૦ થી ૯૦૦ જેટલા લોકો માટે ભોજનની વ્યવસ્થા કરવામા આવે છે.વળી હાલમાં લોકડાઉનને લઇને લોકોના ધંધા રોજગાર બંધ છે ત્યારે ગરીબ જનતા આવક વિના મુશ્કેલી અનુભવતી દેખાય છે.ત્યારે સંસ્થા દ્વારા જરુરત મંદોને ફુડ કીટસનું વિતરણ કરવામાં આવે છે.હાલમાં મુસ્લિમોનો પવિત્ર રમઝાન માસ ચાલે છે ત્યારે રોજા ઇફતારી માટે ફળ તેમજ અન્ય જરુરી વસ્તુઓ જરુરિયાતવાળી વ્યક્તિઓના ઘેર પહોંચાડવામાં આવે છે.સંસ્થાના આ સેવા કાર્યમાં મદદરુપ થવા ભરૂચના કેટલાક સેવાભાવી યુવાનો દ્વારા સોસિયલ ડિસ્ટન્સ અને જાહેરનામાના નિયમો જળવાય તે રીતે યોગદાન આપવામાં આવે છે.સંસ્થા દ્વારા એચએમપી ફાઉન્ડેશનના સહયોગથી લોકડાઉનમાં સમાજ ઉપયોગી કામગીરી કરવામાં આવે છે.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ.

Advertisement

Share

Related posts

નર્મદા જિલ્લામાં આદીવાસીઓ દ્વારા હોળીના દિવસે ગોસાઈ બનવાની અનોખી પરંપરા

ProudOfGujarat

ઝઘડીયા જી.આઇ.ડી.સી માં કોવિડ ૧૯ ગાઇડલાઇનનો ભંગ કરતી ૩ કંપનીઓને નોટિસ

ProudOfGujarat

ભરૂચનાં પાંજરાપોળ ખાતે ગોપાષ્ટમીની ઉજવણી કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!