Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચનાં સીતપોણ ગામેથી સાત જુગારિયાઓને રૂ. 82,950 નાં મુદ્દામાલ સાથે ઝડપી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી.

Share

નબીપુર પો.સ.ઇ.આર.એ.બેલીમ તથા પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમીદાર તરફથી બાતમી મળતા પો.સ.ઇ.આર.એ.બેલીમ તથા નબીપુર પોલીસ સ્ટાફ સાથે સીતપોણ ગામ ખાતે દૂધ ડેરી સ્ટ્રીટમાં ઇલેક્ટ્રીક લાઇટનાં થાંભલાનાં અજવાળે કેટલાક ઇસમો ભેગા થઈ પત્તા-પાનાં વડે પૈસાનો જુગાર રમતા હતા. તે સમયે પોલીસે રેડ કરી સાત શકુનીઓને મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા. પકડાયેલ આરોપીઓમાં (1) અનવરભાઈ રહિમ અબ્દાલ (2) મકાબુલ મુસ્તફા (3) મહેબૂબ ગુલામ દીવાન (4) આસિફબાબુ અબ્દાલ (5) જાકીર અહેમદ દીવાન (6) અહેમદ કરીમ દીવાન (7) ઈમરાન અહેમદશાહ દીવાન નાઓને ઝડપી ત્રણ મોટર સાયકલ કિં.રૂ.60,000, 5 મોબાઈલ, રોકડા 4900 કબ્જે કરી આગળની કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર તાલુકા ખરીદ વેચાણ સંઘ સંચાલિત એ.ડી. દેસાઈ હોલમાં જવાના માર્ગનો ફૈઝલ પટેલના હસ્તે લોકાર્પણ વિધિ કરાઈ.

ProudOfGujarat

વાપીમાં કલરની કંપનીમાં આગ ભભૂકી ઉઠતાં અફરાતફરી મચી

ProudOfGujarat

શુકલતીર્થ ગામે અક્ષય તૃતીયાનાં શુભ દિવસે ખેતીનું મુહૂર્ત કરતાં ખેડૂત પરિવાર.

ProudOfGujarat
error: Content is protected !!