Proud of Gujarat
GujaratFeaturedINDIA

ટાઈગર એકતા ગૃપ દ્વારા જરૂરિયાત મંદ વિદ્યાર્થીઓને નોટબુકનું વિતરણ કરતાં આનંદની લાગણી ફેલાય.

Share

ટાઈગર એકતા ગૃપ દ્વારા સતત 3 વર્ષથી જરૂરિયાત મંદ ગરીબ વિદ્યાર્થીઓને વિના મૂલ્યે નોટબુક વિતરણ કરવામાં આવે છે. જેથી ગરીબ વિદ્યાર્થીઓને પણ ભણવામાં ઉત્સાહ રહે છે. આ વિતરણ સતત 3 વર્ષથી ચાલુ રાખતા આ વર્ષે પણ બરાનપૂરા, રાવળીયો ટેકરો, મારવાડી ટેકરો, ભાલિયા, સુથીયાપૂરામાં નોટબુકનું વિતરણ કર્યું હતું. 700 જેટલા વિદ્યાર્થીઓને 4000 જેટલી નોટબુકોનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં ટાઈગર એકતા ગૃપનાં મેમ્બરો ઉપસ્થિત રહી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. જેમાં 1) શંકરભાઇ પટેલ 2) રવિભાઈ પટેલ 3) પ્રફુલસિંહ ઠાકોર 4) પ્રકાશ રાજપૂત 5) રામ માછી 6) ભૂપેન સોળાસિયા 7) રાહુલ જાદવ 8) સચિન પટેલ નાઓએ અથાર્ગ પરિશ્રમ ઉઠાવી આ નાના બાળકોને નોટબુક વિતરણ કરી સમાજ સેવાનો અનોખુ ઉદાહરણ પૂરું પાડયું હતું.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર નેશનલ હાઈવે ઉપર બે મોટર સાયકલ વચ્ચે અકસ્માત સર્જાતા બંને બાઈક સવાર ઇજાગ્રસ્ત.

ProudOfGujarat

દાંદા ગામે યુવાનની હત્યા કરનારા ચાર મિત્રોની ધરપકડ : ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાયું

ProudOfGujarat

હાય રે જી ઈ બી હાય.. હાય… ભરૂચ જીઈબી ની નફ્ફટાઈ સામે પ્રજા નો આક્રોશ, ભર ઉનાળે કલાકોના વીજ કાપ થી પ્રજાનું હલ્લાબૉલ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!