Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જીલ્લામાં વધુ 14 કોરોના પોઝીટિવ કેસ નોંધાતા કુલ આંક 521 થયો.

Share

ભરૂચ જીલ્લામાં આજરોજ કુલ 14 નવા કોરોના પોઝીટિવ કેસ નોંધાયા હતા. જેમાં ભરૂચમાં 4, આમોદમાં 1, અંકલેશ્વરમાં 7, જંબુસરમાં 1 અને વલિયામાં 1 કેસનો સમાવેશ થાય છે. જયારે કુલ 16 દર્દીઓને આજે રજા આપવામાં આવી હતી. હાલ ભરૂચ જીલ્લામાં 521 કોરોના પોઝીટિવ દર્દી અત્યારસુધી નોંધાયા છે. આ અંગે વધુ વિશ્લેષ્ણ કરતાં ભરૂચનાં ગ્રામ્ય વિસ્તારમાં 2 અને ભરૂચ નગરમાં 2 એમ કુલ 4 દર્દી જયારે આમોદ નગરમાં 1, અંકલેશ્વર ગ્રામ્ય વિસ્તારમાં 2 અને નગર વિસ્તારમાં 5 એમ કુલ 7 અને જંબુસર અને વાલિયામાં ગ્રામ્ય વિસ્તારમાં એક-એક કેસ નોંધાયા છે. તંત્ર દ્વારા ભરૂચ જીલ્લામાં કોરોના પોઝીટિવનાં પગલે મોતનો આંકડો કેટલાંક દિવસોથી વધતો નથી જયારે ચાલતી ચર્ચા મુજબ અત્યારસુધી 20 કરતાં વધુ કોરોના પોઝીટિવ દર્દીઓનાં મોત નીપજયાં છે. ભરૂચ જીલ્લામાં કોરોના સામે તંત્રની ઝુંબેશ સફળ સાબિત થઈ રહી નથી તી બીજી તરફ કોરોનાનો ભય યથાવત છે.

Advertisement

Share

Related posts

જિલ્લા કલેકટરની ઉપસ્થિતમાં ૭૭મા પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણીનું રિહર્સલ કરાયું

ProudOfGujarat

નર્મદા પોલીસની નિર્ભયા સ્કવોર્ડ બટન કેમેરાથી સજ્જ.

ProudOfGujarat

ભરૂચમાં જળ સંસાધનોના સંરક્ષણ માટે વૈજ્ઞાનિક અભિગમ : NAQUIM અભ્યાસના તારણો રજૂ; રિચાર્જ પ્લાન અને જળ સંચય માટે વિભાગોને માર્ગદર્શન

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!