Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચનાં વડદલા નજીક લકઝરી બસ પલટી ખાતા અફરાતફરીનું વાતાવરણ સર્જાયું.

Share

સુરત નગરમાં કોરોના મહામારી વધુ ફેલાતા સુરતમાં વસતા સૌરાષ્ટ્રનાં રહેવાસીઓએ પોતાના વતનની વાટ પકડી છે ત્યારે સુરતથી સૌરાષ્ટ્ર તરફ જતી એક લકઝરી બસ વડદલા નજીક પલટી ખાઈ ગઈ હતી. આ અંગે વધુ વિગત જોતાં સુરતથી સૌરાષ્ટ્ર અમરેલી વિસ્તાર તરફ જતી એક ખાનગી લકઝરી બસ ભરૂચ નજીક આવેલ રાષ્ટ્રીય ધોરીમાર્ગ વડદલા પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે ડ્રાઇવરે અચાનક સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતાં લકઝરી બસ પલટી ખાઈ ગઈ હતી. બસમાં સવાર 30 થી વધુ લોકોનો આબાદ બચાવ થવા પામ્યો હતો. લકઝરી બસમાં બેઠેલ તમામ મુસાફરોને એમ થયું હતું કે મોટો અકસ્માત થયો છે જેના પગલે મહિલાઓ અને બાળકોએ ચિચિયારી પાડતા અફરાતફરીનું વાતાવરણ સર્જાયું હતું. ચિચિયારી સાંભળતા વડદલા ગામનાં લોકો ઘટનાસ્થળે આવી પહોંચતા લોકોનું ટોળું ભેગું થઇ ગયું હતું. સમગ્ર ઘટનાક્રમના પગલે રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ટ્રાફિકજામ સર્જાયો હતો. જોકે ટ્રાફિક પોલીસ અસરકારક કામગીરી કરતાં રાબેતા મુજબનો ટ્રાફિક શરૂ થયો હતો.

Advertisement

Share

Related posts

અંક્લેશ્વર GIDC બસ સ્ટેશન પાસેથી ભારતીય બનાવટનાં વિદેશી દારૂ સાથે એક આરોપીને ઝડપી પાડતી એલ.સી.બી.

ProudOfGujarat

રાજપીપળા : તરોપા ગામે હાઇવે રોડ પર રાહદારીને હાઇવા ટ્રકે અડફેટમાં લેતા અકસ્માતમાં રાહદારીનું ઘટનાસ્થળે કરુણ મોત.

ProudOfGujarat

સુરતનાં વરાછા વિસ્તારમાં સરકારી કોલેજ આપવા અને કબ્જા રસીદ વાળી મિલકતોને કાયદેસર માલિકીનો હક્ક આપવાની માંગ સાથે મુખ્યમંત્રીને પોસ્ટ કાર્ડ લખવામાં આવ્યા હતા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!