Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ નગરપાલિકાનાં પ્રમુખનાં વોર્ડ નં.7 માં ગટરોની યોગ્ય સાફસફાઇ ન થતાં દાંડિયાબજાર ધોળીકુઇ વિસ્તારમાં વરસાદી પાણીનો ભરાવો.

Share

ભરૂચ નગરપાલિકાનાં પ્રમુખનાં વોર્ડ નં.7 માં પણ ગટરની સાફસફાઇનું કામ પ્રિ-મોન્સુન કામગીરીનાં ભાગરૂપે કરવામાં આવ્યું હોય તેમ જણાતું નથી.

પ્રિ-મોન્સુન કામગીરી માત્ર કાગળ પર જ કરાય હોય તેવી લોકચર્ચા ચાલી રહી છે. ત્યારે ધોળીકુઇ દાંડિયાબજાર વિસ્તારની ગટરોની સાફસફાઈ ન થતાં વરસાદી પાણીનો ભરાવો થાય છે. આ વિસ્તારમાં શાકભાજીનું બજાર ભરાતું હોય તેમજ મોટી સંખ્યામાં દુકાનો આવેલી હોવાના પગલે ગ્રાહકોને અને વેપારીઓને પારાવાર તકલીફો પડી રહી છે. વરસાદ રોકાયા બાદ પણ લાંબા સમય સુધી વરસાદી પાણીનો નિકાલ થતો નથી જેથી પરિસ્થિતી વધુ ગંભીર બને છે. નગરપાલિકાનાં પ્રમુખનાં વોર્ડની આ પરિસ્થિતી હોય તો અન્ય વોર્ડની કેવી પરિસ્થિતી હશે તેનો વિચાર કરવો રહ્યો.

Advertisement

Share

Related posts

નર્મદા જિલ્લામાં રાજપીપલા કોવિડ હોસ્પિટલ ખાતે મંજુર થયેલ ઓક્સિજન પ્લાન્ટ આગામી એક માસની અંદર કાર્યરત થઇ જશે : જિલ્લા પ્રભારી મંત્રી બચુભાઇ ખાબડ.

ProudOfGujarat

ભરૂચમાં ટ્રાવેલ્સ સંચાલકો દ્વારા આર.ટી.ઓ કચેરીમાં આવેદનપત્ર આપી રજુઆત કરવામાં આવી.

ProudOfGujarat

ભરૂચ : મરિયમનબેન મેમોરિયલ હાઈસ્કૂલ – ઈખરમાં સરસ્વતી સાધના યોજના અંતર્ગત સાયકલ વિતરણ કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!