Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ APMC માં લાગેલ ભીષણ આગનું રહસ્ય અકબંધ હજી આગ લાગવાના કારણો શોધી શકાયા નથી.

Share

ભરૂચ નગરનાં મહંમદપુરા સ્થિત APMC માં ગતરોજ તા.16-8-2020 નાં બપોરનાં સમયે વરસતા વરસાદ વચ્ચે અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આ આગનાં તાંડવમાં 14 કરતાં વધુ દુકાનોને નુકસાન પહોંચ્યું છે. શાકભાજી અને ફળફળાદીનાં જથ્થાબંધ વેપારીઓને નુકસાન પહોંચ્યુ છે ત્યારે ખેડૂતોને પણ પારાવાર નુકસાન પહોંચ્યું છે. 14 દુકાનોનાં ફર્નિચરથી માંડી વીજળીના ઉપકરણો બળીને ખાખ થઈ ગયા છે. શાકભાજી અને ફળફળાદી નષ્ટ થઈ ગઈ છે. ત્યારે તા. 17-8-2020 નાં રોજ વેપારીઓએ દુકાનની બહાર ઊભા રહી શાકભાજીનો ધંધો કર્યો હતો. આવી પરિસ્થિતીમાં હજી આગ લાગવાનુ કારણ શોર્ટ સર્કિટ છે કે અન્ય કોઇ કારણ છે તે અંગે ચોકકસપણે જાણી શકાયું નથી.

Advertisement

Share

Related posts

રાજપારડી ગામે ઘર નજીક લટકતો વીજ વાયર અડી જતા ૫૦ વર્ષીય ઇસમનું વીજ કરંટથી ઘટના સ્થળે મોત

ProudOfGujarat

વડોદરા: કોરોના મટ્યા બાદ માથાના દુખાવા અને ખંજવાળથી કંટાળીને મહિલાએ આપઘાત કર્યો

ProudOfGujarat

નીરજ ચોપડાએ રચ્યો ઈતિહાસ, વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ જીતનાર પ્રથમ ભારતીય બન્યો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!