Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ સબજેલ ખાતેથી પેરોલ રજા પર ગયેલ અને પરત ન આવેલ કેદીને ઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી.

Share

પેરોલ રજા પર ગયા બાદ ઘણા કેદીઓ તેમની રજા પૂર્ણ થયા બાદ પાછા હાજર થતાં નથી. આવા કેદીઓને પકડી પાછા જે-તે જેલમાં મોકલવાની કામગીરી હાલ પોલીસતંત્ર દ્વારા કરવામાં આવી રહી છે. ભરૂચ સબજેલ ખાતેથી પેરોલ રજા પર છૂટી ફરાર થયેલ આરોપીને ભરૂચ એલ.સી.બી. એ ઝડપી પાડેલ છે. આ અંગે વિગતે જોતાં ભરૂચ જીલ્લા પોલીસવડા રાજેન્દ્રસિંહ ચુડાસમાની સૂચના અને એલ.સી.બી. પી.આઇ. જે.એન. ઝાલાનાં માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. પી.એસ.બરંડા તેમજ વાય.જી.ગઢવી અને તેમની ટીમે ભરણપોષણનાં કેસમાં ભરૂચ સબજેલમાં પાકા કામના કેદી તરીકે સજા ભોગવતા અને કોવિડ-19 મહામારી અનુસંધાને પેરોલ રજા પર છોડવામાં આવેલ કેદી હાલાજી સોવનજી ઠાકોર રહે.સોનતલાવડી ઝુંપડપટ્ટી ભરૂચ મૂળ રહે.કતપુર તા.જી.પાટણ પેરોલ રજા પૂર્ણ થતાં પરત જેલમાં હાજર થયા ન હતા અને ફરાર થયા હતા જે અંગે ભરૂચ બી ડિવીઝન ખાતે ગુનો નોંધાયો હતો પરંતુ એલ.સી.બી. ટીમને બાતમી મળી હતી કે ફરાર કેદી હાલ સોનતલાવડી ઝુંપડપટ્ટી ખાતે છે જયાંથી કેદી હાલાજી સોવનજી ઠાકોરને પકડી પાડી વધુ તપાસ અર્થે ભરૂચ શહેર બી ડિવીઝન પોલીસને સોંપવામાં આવેલ છે.

Advertisement

Share

Related posts

રાષ્ટ્રીય પુરસ્કારો ભારતીય વાર્તાઓનો ખરો ઉત્સવ છે: ‘ગિદ્ધ’ જીતવા પર રાધિકા લાવુ

ProudOfGujarat

અમદાવાદ જિલ્લાની ૧૫૨૭ આંગણવાડીઓમાં નવરાત્રી પર્વ દરમ્યાન સરકારી અધીકારીઓ, પદાધીકારીઓ દ્વારા કન્યા પુજન કરાયુ

ProudOfGujarat

‘ઝંકર બીટ્સ’, ‘ઝિંદગી ના મિલેગી દોબારા’ થી ‘દિલ ચાહતા હૈ’ અને ‘3 ઇડિયટ્સ’ સુધી: આ બોલિવૂડ ફિલ્મો પરફેક્ટ ફ્રેન્ડશીપ ડે વોચલિસ્ટ છે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!