Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : નીલકંઠ નગર ઝુંપડપટ્ટી તરફ જવાના રસ્તા પર મોટરકારમાંથી જંગી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો.

Share

ભરૂચ નગરનાં નીલકંઠ નગર ઝુંપડપટ્ટી તરફ જવાના રસ્તા પરથી રાત્રિનાં 3 વાગ્યાનાં સુમારે એક ટાટા ઇન્ડિગો મોટરકારમાંથી જંગી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો હતો. આ અંગેની વિગત જોતાં પોલીસ સૂત્રોનાં જણાવ્યા અનુસાર મળેલ બાતમીનાં આધારે ભરૂચ સિટી પોલીસનાં પી.આઇ. ભરવાડ અને સ્ટાફે રેડ કરી હતી. જેમાં બાતમી મુજબની ટાટા ઇન્ડિગો કાર દેખાતા તેને રોકી તપાસ કરતાં કારમાંથી 178 નંગ વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. વિદેશી દારૂ, મોટરકાર અને મોબાઈલ મળી કુલ 1,87,800 ની મત્તા પોલીસે જપ્ત કરી હતી. આ અંગે આરોપી કિરણ સુકા વસાવા રહે. નીલકંઠ ઝુંપડપટ્ટી ભરૂચની અટક કરવામાં આવી છે. જયારે ગામડિયાવાડ ભરૂચ વિસ્તારમાં રહેતા રવિ સુકા વસાવાને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.

Advertisement

Share

Related posts

ગોધરા નગરપાલિકાનાં દેસાઈવાડા વિસ્તાર ક્લસ્ટર ક્વોરેન્ટાઈન મુક્ત જાહેર કરાયો.

ProudOfGujarat

સરદાર સરોવર ડેમમાંથી છોડવામાં આવેલ નર્મદા નદીના પાણીથી પૂરની પરિસ્થિતિમાં થયેલ નુકશાનીના વળતર આપવાની માંગ સાથે કિશાન સંઘ ગુજરાતની કલેકટરને રજુઆત

ProudOfGujarat

ગોધરા : “સાત પગલા ખેડૂત કલ્યાણ” નાં કાર્યક્રમ અંતર્ગત પંચમહાલ જિલ્લામાં અંતિમ ત્રણ યોજનાઓનો લોકાર્પણ સમારોહ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!