Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ: દયાદરા રેલવે ફાટક ખાતે 100 ફૂટ લાંબી ટ્રક ફસાઇ, સર્જાયો ટ્રાફિક જાણો પછી શું થયું..!!!

Share

આજ રોજ મોડી સાંજન સમયે ભરૂચ જિલ્લાના દયાદરા ગામ ખાતે નબીપુર તરફથી આવતી ૧૦૦ ફુટ લાંબી ટ્રક દયાદરા ફાટક પાસે ફસાઈ ગઈ હતી. ટ્રક ફસાતા દયાદરાથી ભરૂચ તરફનો રસ્તો, દયાદરાથી જંબુસર તરફનો રસ્તો, દયાદરાથી નબીપુર તરફનો રસ્તા આ ત્રણેય રસ્તા પર ટ્રાફિક જામ સર્જાયો હતો,
ટ્રાફિકના પગલે અનેક વાહન ચાલકો અટવાયા હતા તો બીજી તરફ સ્થાનિકોમાં પણ આટલી મોટી ટ્રક દ્વારા સર્જાયેલ મુશ્કેલી ને લઈ રોશની લાગણી ભભૂકી ઉઠી હતી. જોકે ભરૂચ દહેજ બ્રોડગેજ લાઈન પર આ સમયે ટ્રેન ની અવર જવર ન હોવાથી મોટી દુઘટના ટળી હતી. જોકે અહીંયા સવાલ એ ઉભો થાય છે. આટલી મોટી ટ્રક કોઈ વિભાગ ની મંજૂરી લઈને વહન થઇ રહી હતી કે પછી છુપી રાહે તે સૌથી મોટો સવાલ લોકો વચ્ચે ચર્ચાનો વિષય બન્યો હતો..!!

Advertisement

Share

Related posts

ભરૂચ સિવિલ હોસ્પિટલનું ખાનગીકરણ થયા બાદ એડમિનિસ્ટ્રેશન બદલાતા જુના સ્ટાફ સાથે તુચ્છ વર્તન કરવામાં આવતું હોવાથી સફાઈ કામદારો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું.

ProudOfGujarat

માંગરોળ : સરકારી વિજ્ઞાન કોલેજ, વાંકલનાં પ્રાણીશાસ્ત્ર વિભાગ અને વાંકલ વનવિભાગ દ્વારા વિશ્વ વન્યજીવ દિવસની ઊજવણી કરવામાં આવી હતી.

ProudOfGujarat

અંકલેશ્વર પબ્લિક સ્કૂલ ખાતે મહિલા દિન નિમિત્તે 11 મહિલાઓ અને શિક્ષિકાઓનું કરાયું સન્માન.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!