લાલ કલર ની રીક્ષા માં સવાર ન્યુઝીલેન્ડ ખાતે થી ભારત માં આવેલ અને ભરૂચ ખાતે પહોંચનાર મહિલાઓ ને રીક્ષા ચલાવતા જોઈ  ભરૂચીઓ આશ્ચર્ય માં મુક્યા હતા ….ભરૂચ ના સ્ટેશન રોડ પર ની હોટલ ખાતે આ વિદેશી મહિલાઓ આવી પહોંચી હતી જ્યાં તેઓ એ બે હજાર કિમિ ના પ્રવાસ બાદ આરામ ની પણો માળી હતી…….
વન અને જંગલ તેમજ પ્રાણીઓ બચાવવા  ચેરિટી ફંડ એકત્ર કરવાના હેતુ થી આ વિદેશી મહિલાઓ રોજ ની બે હજાર કિમિ સુધી ની યાત્રા દેશ ના અલગ અલગ સ્થાનો ઉપર રીક્ષા લઇ કરી રહી છે..અને લોકો પણ તેઓના આ પ્રકાર ના અભિગમ ને આવકાર આપી તેઓ ના અભિયાન ની પ્રશંશા કરી રહ્યા છે……ન્યુઝીલેન્ડ ની વતની અને ભારત યાત્રા એ આવેલ મહિલાઓ  એ જણાવ્યું હતું કે ભારત અને ગુજરાત ના લોકો એ તેઓની યાત્રા દરમિયાન ખુબજ પ્રેમ આપ્યો હતો અને તેઓ ને મદદ માટે પણ ખુબ સારો એવો અનુભવ રહ્યો હતો……વધુમાં વિદેશી ગર્લ પટ દિકક્ષન.અન્ના લીલીયન.અને ગેબી વોટ્સન એ તેઓના પ્રતિભાવો એક મુલાકાત દરમિયાન આપ્યા હતા..
હારૂન પટેલ