Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરૂચ : ખેતરોમાં શાકભાજી સડી ગઈ છે અને નગરોમાં શાકભાજી મોંધી કેમ ?

Share

ભરૂચ જીલ્લામાં શાકભાજી અંગે ખૂબ દુખ દાયક પરિસ્થિતીનું સર્જન થયું છે. જયાં એકબાજુ ખેતરોમાં શાકભાજી સડી રહ્યા છે અને બીજીબાજુ ભરૂચ નગરનાં અને જીલ્લાનાં મહત્વનાં નગરોમાં શાકભાજી મોંધાં વહેંચાઇ રહ્યા છે. શાકભાજી પકવતા ભરૂચનાં ખેડૂતનાં જણાવ્યા અનુસાર પૂર અને ભારે વરસાદનાં પગલે ખેતરોમાં પાણી ભરાયા હતા જેના પગલે હજી પણ ખેતરોમાં કાદવ અને દલદલની પરિસ્થિતી છે. આ પરિસ્થિતીમાં ખેડૂતો ખેતરમાં જઈ શકતા નથી જેના પગલે શાકભાજી ખેતરોમાં સડી રહી છે. તેને તોડી લાવી શકાય તેમ નથી તો બીજી બાજુ ભરૂચ જીલ્લાનાં નગરોમાં શાકભાજીની આવક ઓછી થતાં શાકભાજીનાં ભાવમાં ડબલ કરતાં વધારે વધારો થતાં મહિલાઓનાં બજેટ ખોરવાય ગયા છે. શાકભાજી પકવતા ખેડૂતો સરકાર પાસે તેમને થયેલ નુકસાનનું વળતર અને નવી શાકભાજી પકવવા અંગે સહાયની માંગણી કરી રહ્યા છે.

Advertisement

Share

Related posts

પંચમહાલ જિલ્લામાં કોરોના પોઝિટીવ કેસો મળી આવતા વિસ્તારોમાં અવર-જવર પર નિયંત્રણો મૂકી મેડિકલ સર્વેની કામગીરી ચાલુ કરવામાં આવી.

ProudOfGujarat

અંકલેશ્વર શહેર ખાતે અગ્રવાલ સમાજ દ્વારા સદભાવના રથનું ભવ્ય સ્વાગત કરાયું.

ProudOfGujarat

રાજપીપળામાં નર્મદા જિલ્લા સમસ્ત પંચાલ સેવા મંડળના પ્રથમ સ્થાપના દિનની ઉજવણી…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!