Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : મંદી અને મોંધવારી એટલે કે નાણાંકીય દુકાળમાં અધિક માસનો પ્રારંભ ભરૂચ જીલ્લા માટે કારમો સાબિત થશે જાણો કેમ ?

Share

હાલ સમગ્ર ભરૂચ જીલ્લામાં મંદી અને મોંધવારીનું વાતાવરણ જણાય રહ્યું છે. આ મંદી અને મોંધવારીનાં વાતાવરણમાં આ વર્ષે અધિક માસ આવતા ભરૂચ જીલ્લાનાં લોકો એમ કહી રહ્યા છે કે દુકાળમાં અધિક માસ તે આનું નામ એમ કહી શકાય. આ માસ આવવાના પગલે શ્રાદ્ધની અમાસ અને નવરાત્રિ મહોત્સવનાં પ્રારંભ વચ્ચે એક મહિના જેટલું અંતર થઈ ગયું છે. અધિક માસમાં નર્મદા નદીનાં કિનારે દાન પુણ્યનો મહિમા છે પરંતુ કૂવામાં હોય તો હવાડામાં આવે એમ ભરૂચ જીલ્લાનાં લોકો પાસે જો દાન આપવા માટે રોકડા નાણાં કે અનાજ હશે તો તેઓ દાન આપશે પરંતુ ભરૂચ જીલ્લામાં કોરોના મહામારી ઉપરાંત મંદી અને મોંધવારીએ બેવડો માર માર્યો છે તેથી જ ગુજરાતીમાં ચાલી આવતી કહેવત દુકાળમાં અધિક માસ તે સાચી પડતી જણાય છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર ને.હા 48 ઉપર આવેલ પરિવાર હોટલના કંપાઉન્ડમાંથી શંકાસ્પદ કેમિકલ વેસ્ટ ભરેલ ટેન્કર ઝડપી પાડતી ક્રાઇમ બ્રાંચ

ProudOfGujarat

ભરૂચના વાલિયામાં ચુંટણીને લઈને મારામારી અને લૂંટનો બનાવ બનતા ચકચાર.

ProudOfGujarat

મોરોક્કોમાં ભયાનક ધરતીકંપના કારણે તબાહી, 296 લોકોના મોત, 6.8 ની તીવ્રતા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!