Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ : કોલેજમાં વિવિધ ડે ની ઉજવણી મોકૂફ.

Share

કોલેજનાં દિવસો એટલે શિક્ષણ સાથે મોજ મસ્તી અને આનંદનાં દિવસો એમ કહેવાય છે. પરંતુ ભરૂચ જીલ્લાનાં કોલેજનાં વિદ્યાર્થીઓ આ વર્ષે ખૂબ નાખુશ એમ જણાય રહ્યું છે. કોલેજ કેમ્પસમાં અનેક ડે ની શાનદાર ઉજવણી થાય છે. જેમાં ગૃપ ડે, રેડ ડે, ચોકલેટ ડે, બ્લેક એન્ડ વ્હાઇટ ડે જેવા અનેક ડે ઉજવવામાં આવે છે. પરંતુ આ વર્ષે કોરોના મહામારીને પગલે કોલેજોમાં વિદ્યાર્થીઓ જ આવતા નથી જેના પગલે વિદ્યાર્થીઓ આ બધા ડે નો આનંદ લઈ શકે તેમ નથી. માત્ર કેટલીક બાબતોનાં વિરોધ અંગે કોલેજનાં સંગઠન અને વિદ્યાર્થી સંગઠન દ્વારા રજૂઆત કરવામાં આવે તે જ દિવસે વિદ્યાર્થીઓ ભેગા થાય છે. આ વર્ષે એન્યુઅલ ડે યોજાશે કે કેમ તે એક પ્રશ્ન છે ત્યારે કોલેજનાં દિવસો એટલે શિક્ષણ સાથે મોજ મસ્તી અને આનંદનાં દિવસો એ બાબત વર્ષ 2020 માં સાચી સાબિત થઈ નથી જેની ખોટ ઘણા વિદ્યાર્થીઓને લાગી રહી છે.

Advertisement

Share

Related posts

નાગરિકોને મતદાન માટે પ્રોત્સાહિત કરવા સમગ્ર ભરૂચ જિલ્લામાં ફરી રહ્યો છે ‘અવસર રથ’

ProudOfGujarat

ઝઘડિયા કોર્ટ સંકુલ માં દસમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી…

ProudOfGujarat

ભરૂચ : પાલેજ ખાતે ભાજપનાં ઉમેદવારનાં સમર્થનમાં વાગરા ધારાસભ્ય અરૂણસિંહ રણાની જાહેર સભા યોજાઈ હતી…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!