Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : વલસાડ જીલ્લામાંથી ઉઠાંતરી કરેલ 3 બુલેટ સાથે 3 આરોપીઓને ઝડપી પાડતી એસ.ઓ.જી. પોલીસ.

Share

ભરૂચ જિલ્લા પોલીસ વડા રાજેન્દ્ર સિંહ ચુડાસમાના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. પોલીસના પી.આઈ પી.એન પટેલ અને તેમની ટીમે કામગીરી કરતા 3 બુલેટ ઉઠાંતરીના ગુનાનું રહસ્ય ખુલ્યું હતું.
આ અંગે વિગતે જોતા એસ.ઓ.જી. પોલીસને મળેલ બાતમી અનુસાર કામગીરી કરતા 3 બુલેટ કિં.રૂ.2 લાખથી વધુ મત્તા જપ્ત કરવામાં આવી હતી. જે અંગે 1) મોહમદ સોહીલ સત્તારભાઈ શેખ રહે. વેજલપુર, 2) અયાઝ અબ્દુલ હકક શેખ રહે. શેરપુરા 3) મોહસીન શબ્બીર શેખ રહે. પરદેશીવાડ ભરૂચને પોલીસે અટકમાં લીધા હતા. પોલીસે આ અંગે પોકેટ કોપ ફોન દ્વારા તપાસ કરતા તમામ બુલેટ વલસાડ જિલ્લામાંથી ઉઠાંતરી કરાઈ હતી જે અંગે વલસાડ પોલીસ માં ગુના નોંધાયેલ છે આ બનાવ અંગે એસ.ઓ.જી. પોલીસ વધુ તપાસ કરી રહી છે.

Advertisement

Share

Related posts

રાજપીપળા : કોરોના વિરોધી રસીકરણ અભિયાન સંદર્ભે નર્મદા ડિસ્ટ્રીકટ ટાસ્ક ફોર્સ કમિટીની બેઠક યોજાઇ.

ProudOfGujarat

સુરેન્દ્રનગર : ધાંગધ્રા હોટલ રેસ્ટોરન્ટમાં પાર્સલ સુવિધાઓ શરૂ થતાં લોકોને આંશિક રાહત મળી.

ProudOfGujarat

લીંબડીમાં વ્યાજખોરોના ત્રાસથી યુવાને ઝેરી દવા ગટગટાવી આત્મહત્યા કરતાં ચકચાર.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!